November 22, 2024

રાતે સુતા પહેલા કરો આ સરળ કામ, તમારા વાળ અને સ્કિન રહેશે ચમકદાર

Beauty Tips: સ્કિન પ્રોબ્લમ અને વાળ ખરવાની સમસ્યા આજે મોટા ભાગના લોકોમાં જોવા મળે છે. તેના પાછળ કેટલીક ખરાબ આદતો જવાબદાર છે. પ્રીમેચ્યોર એજિંગ એટલે કે સમયથી પહેલા ચહેરા પર કરચલીઓ આવી જાય છે. આ ઉપરાંત ખુબ જ નાની ઉંમરમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની છે. કેટલાક લોકો આ સમસ્યામાંથી રાહત માટે મોંઘા પ્રોડક્ટ વાપરે છે. જેનો ફાયદો પણ એક મર્યાદીત સમય સુધી થાય છે. જો તમે આ સમસ્યામાંથી રાહત મેળવવા માંગો છો તો રાતે સુતા પહેલા સ્કિન અને વાળથી જોડાયેલી કેટલીક વાતોનું ધ્યાન રાખશો તો તમને આ સમસ્યામાંથી જલ્દી રાહત મેળવી શકાશે.

સ્ક્રીન ટાઈમને કરો ઓછું
દિવસભર સતત કામ કરવું અને પછી રાત્રે કલાકો સુધી ફોનનો ઉપયોગ કરવાથી તમારી ઊંઘની પેટર્ન બગડે છે. જેના કારણે તમે તણાવમાં આવી શકો છો. તેના કારણે વાળ ખરવા અને ચહેરા પર ફાઈન લાઈન્સ અને કરચલીઓ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આથી રાત્રે સૂવાના લગભગ 1 થી 2 કલાક પહેલા મોબાઇલ અથવા કમ્પ્યુટરથી દૂર રહો.

સુવાના સ્થળને સાફ રાખો
સૂતા પહેલા તમારું ઓશીકું અને બેડશીટ એકદમ સાફ રાખો. કારણ કે ગંદા પલંગના કારણે તમને તમારી ત્વચા પર ખીલની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત માથાની ચામડી પર ગંદકી જમા થવા લાગે છે. જે તેલવાળા વાળના કારણ બને છે.

રેશમી ઓશીકું વાપરો
ઘણી વાર તમે જોયું હશે કે સવારે ઉઠ્યા પછી તમારા ઘણા બધા વાળ ખરી ગયા છે, વાસ્તવમાં સુતી સમયે પથારી પર વાળ ઘસાવાના કારણે આવું થાય છે. આથી તમારા ઓશીકા માટે  સિલ્ક કવરનો ઉપયોગ કરવો વધુ સારું છે.

સુતા પહેલા વાળ કાંસકાથી ઓળવા
સૂતા પહેલા તમારા વાળમાં એક વાર ચોક્કસપણે કાંસકો કરો. જે તમારા વાળને સરખા રાખશે આ ઉપરાંત તમારી માથાની સ્કેલમાં જમા ગંદકીને પણ દુર કરી નાખશે. જેના કારણે સવારે વાળમાં વધુ પડતી ગૂંચવણ નહીં થાય અને વાળ તુટતા અટકશે.