February 23, 2025

જો ભાજપ દિલ્હીમાં ચૂંટણી જીતે છે, તો આ 3 નેતાઓ મુખ્યમંત્રી પદ માટે મજબૂત દાવેદાર

Delhi Assembly Results: દિલ્હીમાં મતગણતરી થઈ રહી છે. જપ લાંબા સમય પછી સત્તામાં ફરી પાછી આવી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. જો ભાજપ દિલ્હીમાં ચૂંટણી જીતે છે, તો આ 3 નેતાઓ મુખ્યમંત્રી પદ માટે મજબૂત દાવેદાર હાલ જોવા મળી રહ્યા છે.

મુખ્યમંત્રી બનવાની રેસમાં આ નેતા પણ આગળ
જો દિલ્હીમાં ભાજપની સરકાર બને છે તો 3 નેતાઓના નામ મોખરે છે. પરવેશ વર્માનું નામ પણ ચર્ચામાં છે. જો ભાજપની જીત થાય છે તો પરવેશ વર્માના નામ પર ચર્ચા થઈ શકે છે.

મુખ્યમંત્રી પદની રેસમાં દુષ્યંત ગૌતમ
ભાજપની જીત થાય છે તો દુષ્યંત કુમાર ગૌતમને મુખ્યમંત્રીના નામ માટે ચર્ચા થઈ શકે છે. તેઓ દલિત સમાજથી આવે છે. પાર્ટીના જૂના કાર્યકર છે. . દુષ્યંત કરોલ બાગથી ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચો: Delhi Election Results: દિલ્હીમાં ન વાગ્યો AAPનો ડંકો, સમર્થકોની આ નારાજગીએ પરિણામ બદલ્યું

વિજેન્દ્ર ગુપ્તાને પણ મળી શકે છે મોટી જવાબદારી
વિજેન્દ્ર ગુપ્તાનું નામ મુખ્યમંત્રી બનવાની રેસમાં આગળ જોવા મળી રહ્યું છે. મહત્વની વાત એ છે કે વર્ષ 2020માં ભાજપને ઓનલી 8 સીટ મળી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ 62 બેઠકો પર જીત પ્રાપ્ત કરી હતી.