દ્રૌપદીના વસ્ત્રાહરણનો ફોટો પોસ્ટ કરીને સ્વાતિ માલીવાલે AAPને ટોણો માર્યો

Swati Maliwal: દિલ્હી ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપની સરકાર બની રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. AAP ની આ કારમી હાર પર, સ્વાતિ માલીવાલે X પર પોસ્ટ શેર કરી છે. જેમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને પોતાના અપમાનની યાદ અપાવી હોય તેવી પોસ્ટ કરી છે.
— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025
આ પણ વાંચો: જો ભાજપ દિલ્હીમાં ચૂંટણી જીતે છે, તો આ 3 નેતાઓ મુખ્યમંત્રી પદ માટે મજબૂત દાવેદાર
અપમાન યાદ અપાવ્યું
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. ભાજપની સરકાર 27 વર્ષ પછી ફરી બનશે તેવું લાગી રહ્યું છે. AAPની આ કારમી હાર પર સ્વાતિ માલીવાલે સોશિયલ સાઈટ X પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં જોઈ શકાય છે કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ રહ્યિું છે. લોકો અલગ અલગ પ્રકારની તેમાં કોમેન્ટ કરી રહ્યા છે. લોકોનું એવું માનવું છે કે કે સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને તેમના અપમાનની યાદ અપાવી છે. લોકોએ સ્વાતિ માલીવાલની પોસ્ટને સાથ આપી રહ્યા છે.