વાળનો ખોડો આ પેકથી કરો દૂર, ફ્રિમાં બની જશે આ પેક

Dandruff: શિયાળાની સિઝનમાં ખોડો થવાની સમસ્યા થવા લાગે છે. લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો કરતા હોય છે. પરંતુ એમ છતાં કોઈ રાહત મળતી નથી. ત્યારે અમે તમારા માટે ઘણા ઉપાયો લઈને આવ્યા છીએ. જેની મદદથી ખોડાને દૂર કરી શકો છો.

આ પણ વાંચો:ખેલમહાકુંભમાં કડીયાદરાની દિવ્યાંગ દિકરીનો ડંકો, 100 અને 50 મીટર દોડમાં પલકે માર્યું મેદાન

કુદરતી હેર પેક બનાવો
આ પેક બનાવવા માટે તમારે દહીં લેવાનું રહેશે. આ પછી તમારે તેમાં મેથીના દાણા લેવાના રહેશે. એવા દાણા લેવાના રહેશે જે પલાળેલા હોય. મેથીના દાણાને સારી રીત પીસીને તમારે આ દહીંમાં એડ કરી દેવાનું રહેશે. આ તમામ પેસ્ટ સારી રીતે મિક્સ કરી દો. અઠવાડિયામાં 3થી4 વાર તેને તમારા વાળમાં લગાવો. જો તમારી પાસે દહીં ના હોય તો તમે છાશનો ઉપયોગ કરી શકો છો.