શરીરના આ ભાગોને દબાવીને શરીનું વજન ઉતારો

Weight Loss With Acupressure: વજન ઓછું કરવા માટે લોકો અલગ અલગ પ્રકારની ડાયટિંગ કરે છે. પરંતુ એમ છતાં વજન ઉતરતું નથી. ત્યારે અમે એ ટ્રિક વિશે જણાવીશું જે પથારી પર બેસીને પણ વજન ઘટાડી શકાય છે.
વજન ઘટાડવા માટે એક્યુપ્રેશર પોઈન્ટ્સ
પગનો ઉપરનો ભાગ
પગની ઘૂંટીની ઉપર દબાવવાથી પણ વજન ઘટાડવામાં મદદ થાય છે. આવું કરવાથી પગના દુખાવામાંથી પણ રાહત મળે છે. ઘૂંટીના બિંદુઓને દબાવવાથી વજનમાં ઘટાડો થાય છે.
નાભિ પર દબાવો
પેટ પર વધારે ચરબી હોય તો નાભિથી બરાબર 4 ઇંચના અંતરે નાભિ પર દબાવાની રહેશે. અંદાજે આ ભાગને તમારે 3-4 મિનિટ સુધી દબાવવાનું રહેશે. થોડા જ દિવસમાં પેટનું ફૂલેલું પ્રમાણ ઓછું થવા લાગશે.
આ પણ વાંચો: આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા ST વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દેતા વિદ્યાર્થીઓમાં રોષ
અંગૂઠા અને આંગળીઓ વચ્ચે
હાથના અંગૂઠા અને આંગળી વચ્ચેના બિંદુને દબાવવાથી રાહત મળે છે. ચયાપચયની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આવું કરવાથી વજનમાં ઘટાડો થવા લાગે છે.