March 26, 2025

નાહવા જાવ આ પહેલા આ પેસ્ટને લગાવો, ચહેરો ચમકી જશે

Home Remedies For Skin Before Bath: ત્વચાની સંભાળ રાખવા માટે તમારે કોઈ મોંઘા પ્રોડક્ટ લગાવવાની જરૂ નથી. આજે અમે તમને એક પેસ્ટની માહિતી આપીશું જેની મદદથી તમે તમારા ચહેરા પર રહેલા ડાઘ દૂર થઈ જશે અને ચંદ્રની જેમ ચમકી જશે તમારો ચહેરો.

આ પણ વાંચો: મહાકુંભની મોનાલિસાએ કરીના કપૂરની નકલ કરી, વીડિયો વાયરલ

સ્નાન કરતા પહેલા ત્વચા પર શું લગાવવું

ચણાનો લોટ અને દૂધ
સ્નાન કરવા જતા પહેલા તમારે ચણાનો લોટ અને દૂધને મિક્સ કરો. આ પેસ્ટને તમારે 10-15 મિનિટ લગાવવાની રહેશે. તેનાથી તમારા ચહેરાના દાગ દૂર થશે અને મૃત ત્વચા સાફ થઈ જશે.

ઓટ્સ અને દહીં
ઓટ્સ અને દહીંની પેસ્ટ બનાવી દો. આ પછી તમારે તેના ચહેરાના કાળા ભાગ પર લગાવવું રહેશે. તેને ગરદન અને ગળા પર ઘસીને સાફ કરી દો. તમારી ત્વચા થોડા જ સમયમાં સાફ થઈ જશે.

ટામેટા
ટામેટા ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારે તેની પેસ્ટ બનાવી લેવાની રહેશે. આ પછી રોજ તમારે તેને લગાવવાની રહેશે. ચહેરા પર રહેતું તેલ ઓછું થવા લાગે છે અને ત્વચા ચમકદાર થાય છે.