March 1, 2025

દલખાણીયા રેન્જમાં બે વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો, પોલીસ ઘટનાસ્થળે

Amreli News: ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં બે વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો. દલખાણીયા રેન્જના હિરાવા બીટના રાજસ્થળી રેવન્યુમાં વહેલી સવારે દીપડાએ બાળકને મારી ખાધો હતો. રાજસ્થળી રેવન્યુમાં મનુભાઈ લખમણભાઇ શેલડીયાની વાડીમાં પરપ્રાંતીય સુતા હતા અને બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. દલખાણીયા વન વિભાગ અને ધારી પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: CT 2025: ન્યુઝીલેન્ડ સામેની મેચમાં બદલાશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન?

સ્થાનિકોમાં રોષ
વનવિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે. બાળકને પીએમ અર્થ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. પોલીસ અને વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અવારનવાર ગીર પંથકમાં આ પ્રકારના કિસ્સા સામે આવે છે. જેમાં દીપડાઓનો આતંક જોવા મળે છે. આવું વારંવાર થવા છતાં વનવિભાગ તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે આ બનાવો ફરી બનતા રહે છે. નક્કર કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ ચોક્કસ જોવા મળે છે.