સીતાફળની સાથે તેની છાલ પણ છે ફાયદાકારક, આ રીતે કરો ઉપયોગ
Custard Apple: ઘણા લોકોને સીતાફળ ખાવું ખૂબ પસંદ આવે છે તો ઘણા લોકોને આ ફળ ખાવામાં આળસ આવે છે. પરંતુ શું તમને ખબર છે કે સીતાફળની સાથે તેની છાલ પણ ફાયદાકારક છે. છાલનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો છો અને તેના ફાયદાઓ શું છે આવો જાણીએ.
છાલનો પાવડર બનાવો
જ્યારે તમે સીતાફળ ખાવ છો ત્યારે તમે તેની છાલને કચરામાં નાંખી દો છો. પરંતુ આવું ના કરો. છાલને સાફ કરીને સૂકવી દો. જ્યારે છાલ સુકાઈ જાય એ પછી તમે તેનો તમે પાવડર બનાવી દો. આવો જાણીએ કે આ પાવડરનું શું કરવું.
આ પણ વાંચો: લિમિટેડ બજેટમાં કરવા હોય ડેસ્ટિનેશન વેડિંગ તો આ જગ્યાઓ છે સૌથી બેસ્ટ
હોમમેઇડ હર્બલ સ્ક્રબ
સીતાફળની છાલના પાવડરને તમારે લોટમાં નાંખીને રોટલી બનાવી લેવાની રહેશે. સીતાફળની છાલના પાવડર બનાવીને તમારા દાંત સાફ કરવાના રહેશે. કોઈ વ્યક્તિના શ્વાસમાં દુર્ગંધ આવ્યા કરે છે અને તે દૂર થતી નથી તો તમારે આ પાવડરને ટૂથપેસ્ટ તરીકે ઉપયોગ કરવાનો રહેશે. તમે સીતાફળની છાલમાંથી હર્બલ ટૂથપેસ્ટ પણ બનાવી શકો છો. જો તમે તમારા ચહેરાના ગ્લો અને નિખારવા માંગતા હોવ તો તમારે સીતાફળનો પાવડર બનાવીને ચહેરા પર લગાવવાનો રહેશે. તેના માટે તમારે એક ચમચી આ પાવડર અને તેમાં તમારે ચણાનો લોટ, એક ચપટી હળદર, થોડું દૂધ નાંખવાનું રહેશે. હોમમેઇડ હર્બલ સ્ક્રબ તરીકે તમે તૈયાર કરો. આ રીતે તમે સીતાફળની છાલનો ઉપયોગ કરી શકો છો.
(કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો)