January 19, 2025

આ ફળની સાથે તેની છાલ પણ છે ગુણકારી, આ રીતે કરી ઉપયોગ

Custard Apple: ઘણા લોકોને સીતાફળ ખાવાનું પસંદ હોય છે. પરંતુ તેની છાલના કારણે તેઓને આ ફળ ખાવની આળસ આવે છે. સીતાફળની સાથે તેની છાલના પણ એટલા જ ફાયદા છે. જો તમે તેને નાંખી દેવાની ભૂલ કરો છો તો તે માટે ભૂલ સમાન હશે. આવો જાણીએ કે આ છાલનો ઉપયોગ તમે તેલી રીતે કરશો.

આ પણ વાંચો: જિયોનો આ પ્લાન છે તમારા માટે બેસ્ટ, 49 કરોડ યુઝર્સે કરાવ્યા આ પ્લાન

છાલનો પાવડર બનાવો
જ્યારે તમે સીતાફળ ખાવ છો ત્યારે તમે તેની છાલને કચરામાં નાંખી દો છો. પરંતુ આવું ના કરો. છાલને સાફ કરીને સૂકવી દો. જ્યારે છાલ સુકાઈ જાય એ પછી તમે તેનો તમે પાવડર બનાવી દો. આવો જાણીએ કે આ પાવડરનું શું કરવું. સીતાફળની છાલના પાવડર બનાવીને તમારા દાંત સાફ કરવાના રહેશે. કોઈ વ્યક્તિના શ્વાસમાં દુર્ગંધ આવ્યા કરે છે અને તે દૂર થતી નથી તો તમારે આ પાવડરને ટૂથપેસ્ટ તરીકે ઉપયોગ કરવાનો રહેશે. તમે સીતાફળની છાલમાંથી હર્બલ ટૂથપેસ્ટ પણ બનાવી શકો છો. જો તમે તમારા ચહેરાના ગ્લો અને નિખારવા માંગતા હોવ તો તમારે સીતાફળનો પાવડર બનાવીને ચહેરા પર લગાવવાનો રહેશે. તેના માટે તમારે એક ચમચી આ પાવડર અને તેમાં તમારે ચણાનો લોટ, એક ચપટી હળદર, થોડું દૂધ નાંખવાનું રહેશે. હોમમેઇડ હર્બલ સ્ક્રબ તરીકે તમે તૈયાર કરો. આ રીતે તમે સીતાફળની છાલનો ઉપયોગ કરી શકો છો.