October 5, 2024

નારી શક્તિ પાસે સ્નેહ-કરૂણાની સંવેદનાસભર શક્તિ છેઃ સીઆર પાટીલ

cr patil present at programme of modi samarthak mahila mandal udhna

સીઆર પાટીલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

સુરતઃ શહેરના મહાનગર ઉધનામાં મોદી સમર્થક મહિલા મંડળ અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા હલદી-કંકુ કાર્યક્રમમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બહેનોનાં અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે તેમણે ટ્વીટરના માધ્યમથી જણાવ્યુ હતુ કે, ‘માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આ દેશની માતાઓ, બહેનો, દિકરીઓની સતત કાળજી કરે છે, મહિલાઓનાં ઉજ્જવળ અને સલામત ભવિષ્ય માટે મોદી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ’

આ ઉપરાંત તેમણે કહ્યુ હતુ કે, ‘નારી શક્તિ’ પાસે સ્નેહ અને કરૂણાની સંવેદનાસભર શક્તિ છે. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં પધારેલી નારી શક્તિને વંદન પાઠવ્યા હતા.