હાડ થીજવતી ઠંડીથી ઠુંઠવાયા ગુજરાતીઓ, નલિયા 5.8 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર
Gujarat: રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો યથાવત છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો નોંધાયો છે. જ્યારે અમદાવાદ 14.4 ડિગ્રી, ગાંધીનગર 14.4 ડિગ્રી સાથે ઠંડુ શહેર છે.
છેલ્લા ઘણા દિવસથી ઠંડીમાં લોકો ઠુંઠવાઈ રહ્યા છે. જ્યારે 20 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને નલિયા 5.8 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર છે. જ્યારે અમદાવાદ 14.4 ડિગ્રી, ગાંધીનગર 14.4 ડિગ્રી સાથે ઠંડુ શહેર છે. વડોદરા 15.0 ડિગ્રી ,રાજકોટ 9.4 ડિગ્રી નોંધાયું છે. પોરબંદર 10.5 ડિગ્રી,મહુવા 14.1 ડિગ્રી, ડીસા 13.7 ડિગ્રી ,વેરાવળ 14.7 ડિગ્રી, દ્વારકા 15.0 ડિગ્રી ,સુરત 16.4 ડિગ્રી, કેશોદ 9.8 ડિગ્રી , અમરેલી 11.0 ડિગ્રી તો સુરેન્દ્રનગર 12.8 ડિગ્રી ,ભાવનગર 14.0 ડિગ્રી નોંધાયું છે.
આ પણ વાંચો: IMD Forecast Update: દિલ્હી-NCR અને UP સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, Cold Waveની શક્યતા