November 25, 2024

ડાંગથી મુખ્યમંત્રી કરશે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ

મલ્હાર વોરા, ગાંધીનગર: આગામી 26 થી 28 જૂન સુધી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે, રાજ્યના મુખ્યમંત્રી આજે આ કાર્યક્રમનને લઈને રાજ્યના તમામ વિવિધ સિનિયર અધિકારીઓ, IAS, IPS અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને સૂચના આપી કે શાળા પ્રવેશોત્સવ સહિત કન્યા કેળવણી જેવા કાર્યક્રમમોમાં ગ્રામ્ય કક્ષાથી લઈને શહેરી કક્ષા સુધી શિક્ષણનું સ્તર એક સરખું રહે અને સરકાર ની તમામ યોજનાનો જાણકારી વિધાર્થીઓ છે કે નહીં તેની પણ ખરાઈ કરવી.

દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના તમામ બાળકો શાળાએ અભ્યાસ કરવા માટે જાય અને ડોર્પ આઉટ રેસિયો ઓછો થાય તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેના થકી આજે રાજ્યમાં ડોર્પ આઉટ રેસિયોનો દર ઘટીને દોઢ ટકા જેટલો જોવા મળી રહ્યો છે. ત્યારે ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આગામી 26 થી 28 જૂન સુધી શાળાપ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ ત્રી દિવસીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ડાંગ જિલ્લાથી આ કાર્યક્રમનો આરંભ કરવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યક્રમના બીજા દિવસે છોટા ઉદેપુર અને ત્યારબાદ ત્રીજા દિવસે સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ પણ અલગ અલગ જિલ્લામાં જઈને સરકારી શાળામાં વિધાર્થીઓનું નામાંકન કરશે.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાય તે પહેલાં આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના તમામ મંત્રીઓ સહિત IAS અને IPS સહિત સિનિયર વર્ગ-1 ના તમામ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. જો કે, મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને સલાહ આપી હતી કે અધિકારીઓ પાસે રહેલ જ્ઞાન તો બાળકોને આપવું જ પરંતુ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ બાળકોને જાણકારી આપવી. આ ઉપરાંત દીકરીઓનું ભણતર શરૂ થાય તે માટે તમામે પ્રયાસ કરવાની જરૂર છે. હજુ પણ કેટલાક પરિવાર ધોરણ 8 બાદ દીકરીઓને અભ્યાસ કરાવતા નથી તેથી તેવા વાલીઓને સમજવવાની જરૂર છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી વધુમાં અધિકારીઓ સૂચના આપી હતી કે તાજેતરમાં શિક્ષણ વિભાગે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ યોજનાઓ અમલી કરી છે. જેમાં વિધાર્થીઓને 75 હજારની સહાય રાજ્ય સરકાર કરશે. ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહ બાળકો આગળ વધે તે માટે નમો સરસ્વતી યોજના છે જેથી આ યોજનનનો વધુમાં વધુ લાભ લેવામાં આવે તે માટે વિધાર્થીઓ ત્યાર થાય તે પ્રકારનું કામ અધિકારીઓ કરવાનું રહેશે.