January 11, 2025

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઈન્ડિયાના આ 9 ખેલાડીઓનું સ્થાન ‘કન્ફર્મ

Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાની જાહેરાત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે થોડા જ સમયમાં થઈ શકે છે. જેમાં 9 ખેલાડી એવા છે કે જેનું સ્થાન ‘કન્ફર્મ’ માનવામાં આવી રહ્યું છે. આવો જાણીએ આ 9 ખેલાડી કોણ કોણ છે.

આ ટુર્નામેન્ટ માટે ટીમની નથી થઈ જાહેરાત
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા મહિને પાકિસ્તાનમાં શરૂ થવાની છે. જેમાં પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. 20 ફેબ્રુઆરીના રોજ ભારત પોતાની પહેલી મેચ બાંગ્લાદેશની સામે રમશે. મહત્વની વાત એ છે કે આ માટે હજૂ સુધી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી નથી. થોડા સમયમાં ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી શકે છે. જોકે ઘણા નામ એવા પણ છે કે પહેલેથી જ નક્કી માનવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? આ રહ્યા કારના ઓપ્શન

આ ખેલાડીઓ રમી શકે છે
લોકેશ રાહુલ, યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યાનું સ્થાન નક્કી છે. તેની સાથે મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદરના નામનો સમાવેશ થાય છે.