November 22, 2024

Budget 2024: ગુજરાતમાં કયા વિભાગને કેટલા રૂપિયા ફાળવાયા

ગાંધીનગર: 15મી વિધાનસભામાં નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાતના વિઝન 2047નું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં યુવા મહિલા, ખેડૂત અને ગરીબ વર્ગને અગ્રતા આપીને અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વન્ય વિકાસને લઇને પણ બજેટની ફાળવણી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને બજેટમાં અનેક આશા અને અપેક્ષાઓ છે. પહેલીવાર લોકસભા ચૂંટણી પહેલાં પૂર્ણ કદનું બજેટ રજૂ થયું છે.

  • સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે કુલ રૂપિયા 6193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
  • જેમાં સામાજિક ઉતકર્ષ યોજનામાં 1398 કરોડ રૂપિયાની જોગવાઈ
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ
  • શ્રમ,કૌશયલ વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2659 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ
  • શિક્ષણ વિભાગમાં 55,114 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 20,100 કરોડની જોગવાઈ કરાઈ
  • મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડ રૂપિયાની જોગવાઈ
  • વનોના વિકાસ, સંરક્ષણ, સંવર્ધન અને વળતર વનીકરણની કામગીરી માટે CAMPA ફંડ સહિત વિવિધ કામો માટે રૂ. 950 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજીક વનીકરણને વેગવંતુ બનાવવા માટે રૂ.૫૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • વન્યપ્રાણીઓની વ્યવસ્થા અને વિકાસ માટે રૂ.૪૦૦ કરોડની જોગવાઈ છે.
  • વન વિસ્તાર વિકાસ અને ઇકો-રિસ્ટોરેશન કાર્યક્રમ હેઠળ રૂ.૧૮૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • ધરોઇ-અંબાજી સહિત રાજયના વિવિધ વિસ્તારોમાં ઇકો-રીસ્ટોરેશનની કામગીરી માટે રૂ. 31 કરોડની જોગવાઇ કરાઇ છે.
  • આ સિવાય મહત્વના પ્રવાસન સ્થળો નજીક નવી સફારીની રચના અને ઇકો-ટુરીઝમ સાઇટના વિકાસ માટે રૂ. 372 કરોડના ખર્ચે આયોજન કરાશે. જે પૈકી રૂ. 17 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • ઇન્દ્રોડા પાર્કના માસ્ટર પ્લાન મુજબ આધુનિકીકરણ અને વિકાસ માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ કરાઇ છે.
  • તેમજ બૃહદ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સાથે સહેલાણીઓને પર્યાવરણથી લગતા બીજા પાસાઓના નિદર્શન થઇ શકે અને તેમના રોકાણનો સમય વધારી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુસર આઇકોનિક બોટનિકલ ગાર્ડન સ્થાપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તે માટે રૂ. 2 કરોડની જોગવાઇ કરાઇ છે.
  • પક્ષીઓની સારવાર માટે બિલાસીયા અને બોડકદેવ ખાતે આવેલ કેન્દ્રોનાં સુદ્રઢીકરણ અને કરૂણા એબ્યુલન્સનો વ્યાપ વધારવા માટે રૂ.1 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • દરિયાકાંઠે આવેલ ચેરના વનોનો વિકાસ અને સંવર્ધન કરવા માટે મિષ્ટી યોજના હેઠળ સરક્રિક અને કોરીક્રિક જેવા વિસ્તારોને આવરી લઇ સઘન વનીકરણનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે રૂ. 7 કરોડની જોગવાઇ કરી છે.
  • વનીકરણની યોજનાઓના GIS મારફતે સઘન નિરીક્ષણ અને મૂલ્યાંકનના હેતુસર કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરની સ્થાપના માટે રૂ. 2 કરોડની જોગવાઇ કરી છે.
  • આઇ.ટી.આઇ. ના નવા બાંધકામ તથા સુદ્રઢીકરણ માટે `૨૯૯ કરોડની જોગવાઈ.
  • અદ્યતન કુશળતા પ્રદાન કરવા હાલમાં પાંચ મેગા આઇ.ટી.આઇ. કાર્યરત છે. હવે 6 વધુ આઇ.ટી.આઇ.ને મેગા આઇ.ટી.આઇ.માં રૂપાંતરિત કરવામાં આવશે. આ માટે 187 કરોડની જોગવાઈ.
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિકોને `5 ના નજીવા દરે સ્વાસ્થ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે હાલમાં ૨૭૩ કેન્‍દ્રો કાર્યરત છે. જેમાં દરરોજ સરેરાશ 40 હજારથી વધુ શ્રમિકો જમે છે. આ યોજના અંતર્ગત નવા 100 ભોજન વિતરણ કેન્‍દ્રો શરૂ કરવામાં આવશે. આ યોજના માટે `131 કરોડની જોગવાઇ.
  • ઔદ્યોગિક એકમોમાં કુશળ કારીગરો પૂરા પાડવા માટે મુખ્યમંત્રી એપ્રેન્‍ટીસ યોજના અંતર્ગત `122 કરોડની જોગવાઈ.
  • બાંધકામ શ્રમિકોને કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા “શ્રમિક બસેરા” સ્થાપવા માટે `200 કરોડની જોગવાઇ.
  • બાંધકામ શ્રમિકો માટે પ્રાથમિક સારવાર પહોંચાડવાના હેતુથી હાલના કાર્યરત 154 ધન્વંતરી આરોગ્ય રથ ઉપરાંત વધુ 50 રથ કાર્યરત કરવામાં આવશે. આ માટે 59 કરોડની જોગવાઈ.
  • કૌશલ્યા” ધ સ્કીલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ સેન્‍ટર ઓફ એક્સેલેન્‍સ ઈન સ્કીલ એન્‍ડ એમ્પ્લોયબિલિટી સેન્ટરની સ્થાપના કરવા સહિત વિવિધ કામો માટે 47 કરોડની જોગવાઈ.
  • સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કુશળ યુવાધન ઉભું કરવા આંતરરાષ્ટ્રીય કંપની માઇક્રોનના સહયોગથી સાણંદ ખાતે સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટરની સ્થાપના કરવા માટે 33 કરોડની જોગવાઈ.
  • 105 આઇ.ટી.આઇ.માં વેલ્ડર ટ્રેડ માટે AR/VR Lab (Augmented Reality/Virtual Reality) બનાવવા માટે 26 કરોડની જોગવાઈ.
  • અસંગઠિત શ્રમયોગી માટેની અકસ્માત મૃત્યુ સહાય યોજનામાં સહાયની રકમ `1 લાખથી વધારીને 2 લાખ કરવા માટે 5 કરોડની જોગવાઈ.
  • ડ્રોન સ્કીલ ઈન્‍સ્ટીસ્ટ્યુટના સંચાલન તથા ડ્રોન ઈન્‍સ્ટ્ર્રક્ટર સેન્‍ટરની સ્થાપના માટે 4 કરોડની જોગવાઈ