બાંગ્લાદેશ હિંસા બાદ ભારતમાં વધી ગઈ હલચલ, સરહદ પર પહોંચ્યા BSF ડીજી
Bangladesh Crisis: બાંગ્લાદેશની સ્થિતિને લઈને ભારત સરકાર પણ તકેદારી રાખી રહી છે. આજે જ્યાં એક તરફ દિલ્હી ખાતે સર્વ પક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી તો બીજી બાજુ ભારત બાંગ્લાદેશ સરહદ પર પણ ચાંપતી સુરક્ષા અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો હવે BSFના ડીજી ભારત બાંગ્લાદેશ સરહદ પહોંચ્યા છે.
બાંગ્લાદેશ સરહદ પહોંચ્યા BSF ડીજી
બાંગ્લાદેશમાં ચાલી રહેલ હિંસા બાદ ભારતમાં પણ એલર્ટ વધુ ગયું છે. સરકારે પહેલા જ સર્વપક્ષીય બેઠક બોલાવી લીધી છે. જેમાં પાડોશી દેશની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ભારત અને બાંગ્લાદેશ સરહદે પહેલે થી જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો બીજી બાજુ હવે BSFના મહાનિર્દેશક દલજીત સિંહ ચૌધરીએ ઉતર 24 પરગના જિલ્લામાં ભારત અને પાકિસ્તન સરહદે આવેલ પેટ્રોપોલ સરહદે પહોંચ્યા હતા.
બાંગ્લાદેશ મુદ્દે સરકાર સાથે બસપા: માયાવતી
બહુજન સમાજ પાર્ટી (BSP) પ્રમુખ માયાવતીએ મંગળવારે કહ્યું કે તેમની પાર્ટી પાડોશી દેશ બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયોની સાથે છે. માયાવતીએ બાંગ્લાદેશને લઈને ચાલી રહેલા ઘટનાક્રમને લઈને દિલ્હીમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકનો ઉલ્લેખ કરતાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ‘X’ પર કહ્યું, “પાડોશી દેશ બાંગ્લાદેશની ઝડપથી બદલાતી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજની સર્વપક્ષીય બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં તમામ પક્ષો હાજર રહેશે. સરકારના નિર્ણયો પર ચર્ચા કરશે.” સાથે રહેવાનો નિર્ણય યોગ્ય અને જરૂરી છે. બસપા પણ આ મામલે કેન્દ્ર સરકારના નિર્ણયોની સાથે છે.