પ્રોડક્ટની ક્વોલિટી જ ‘બ્રાન્ડ એમ્બેસેડર’ હોવી જોઇએ: પુનિત ચોવટીયા
અમદાવાદ: ગુજરાતીઓનો ધંધા-બિઝનેસ સાથે લોહીનો સંબંધ છે. ત્યારે ન્યૂઝ કેપિટલ ગુજરાતે આ ગુજરાતીઓની સંઘર્ષગાથા જણાવતી ‘બ્રાન્ડ સ્ટોરીઝ’ નામની નવી સિરિઝ ચાલુ કરી છે. જેમાં અમને તમને જણાવીશું સક્સેસફુલ થયેલા ગુજરાતી બિઝનેસમેનની સફળતાની કહાણી… આ આર્ટિકલમાં વાંચો ‘Unity Cement Pvt Ltd’ વિશે…
સિમેન્ટ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાં ‘Unity Cement Pvt Ltd’એ તેમની ગુણવત્તા અને સેવાને કારણે ખૂબજ ઓછા સમયમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ‘Unity Cement Pvt Ltd’ના એમડી અને ચેરમેન પુનિત ચોવટીયા કહે છે કે, સિમેન્ટ એટલે સિમેન્ટ, પણ આમ જનતાને ખબર જ નથી સિમેન્ટ એટલે શું છે. સિમેન્ટ એક એવી વસ્તુ છે કે માણસ જીવનમાં એક વાર પોતાનું ઘર બનાવતા હોય છે. કોઇક જ એવો ભાગ્યશાળી વ્યક્તિ હોય છે કે જેને બેથી ત્રણ ઘર બનાવવાનો મોકો અથવા નવું ઘર લેવાનો મોકો મળે છે.
વધુમાં તેમણે કહ્યું કે, જ્યારે અમે સિમેન્ટના બિઝનેસમાં આવ્યા ત્યારે આપણને અને અમારી ટીમને કહેવામાં આવ્યું કે, સિમેન્ટ એક નાનામાં નાના આદિવાસીઓના ઘર અને કરોડપતિના મહેલોમાં સિમેન્ટનો વપરાશ થવાનો છે, એટલે સિમેન્ટની પ્રોડક્ટ એવી હોવી જોઇએ કે આપણી સિમેન્ટનો વપરાશ થાય પછી 100 વર્ષ સુધી બિલ્ડિંગ કે તેમના ઘરને કંઇ પણ ન થવું જોઇએ. ટૂંકમાં કહું કે સિમેન્ટ એક એવી બ્રાન્ડ છે કે, જે આપણા ભારતના નિર્માણ માટે પણ ખૂબજ મહત્ત્વનું મોટું યોગદાન ધરાવે છે.
વધુમાં કહ્યું કે, જેમ દૂધની જરૂરીયાત છે જીવનમાં, તેમ નિર્માણ માટે સિમેન્ટની પણ જરૂરીયાત છે, તેમના વિના આપણું કંઇ પણ નિર્માણ શક્ય નથી. બ્રાન્ડિંગ અને માર્કેટિંગ અંગે વાત કરતાં પુનિત ચોવટીયાએ કહ્યું કે, અમારી ટીમએ વિચાર્યું હતું કે, આપણે જ્યારે પ્રોડક્ટ માર્કેટમાં લઇને આવી છીએ તો આપણું નામ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ગૂંજતું હોવું જોઇએ. કોસ્ટ ભલે લાગે, પણ તેમનું બેનિફિટ પહેલા દિવસથી પ્રોડક્શનમાં આવીએ તો આપણને સીધુ માર્કેટનું માઇલેજ મળવું જોઇએ, એટલે જ અમે 2 વર્ષ પહેલાં જ માર્કેટિંગમાં જ લાગી ગયા હતા. જેનો બેનિફિટ અમારી સેલ્સની ટીમને ઘણો બધો મળ્યો છે. 2 વર્ષના કેમ્પેઇનથી અમારી પ્રોડક્ટ લોકોમાં અજાણી બ્રાન્ડ નથી રહી અને કહેવાય છે ને કે, ‘જો દિખતા હૈ વોહી બિકતા હૈ’ જેને ધ્યાનમાં લઇને અમે સ્ટ્રેટેજી પ્રમાણે અમે આગળ વધ્યા હતા.
પ્રોડક્ટની ક્વોલિટી જ બ્રાન્ડ એમ્બેસેડર હોવી જોઇએ: પુનિત ચોવટીયા
બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરતાં જણાવ્યું હતું કે, અમારા માર્કેટ ઓર્ગેનાઇઝર્સ, ડિલરો, ડિસ્યુબેટર એજ અમારા મેઇન બ્રાન્ડ એમ્બેસેડર છે અને અમારો માર્કેટિંગનો ખૂબજ મોટો સ્ટાફ અમારો સૌથી મોટો બ્રાન્ડ એમ્બેસેડર છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આપણી પ્રોડક્ટની ક્વોલિટી જ બ્રાન્ડ એમ્બેસેડર હોવી જોઇએ, કારણે પ્રોડક્ટની ક્વોલિટી જ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાબિત થાય. વધુમાં તેમણે કહ્યું કે, જો બેનિફિટને લગતા સૂચનો અમારી માર્કેટિંગ ટીમ, ડિલરો અને ડિસ્યુબેટર દ્વારા આવે તો અમે તેમને પણ માન્ય રાખીશું.