December 11, 2024

ગુજરાતીઓ… મેઘતાંડવ માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી આગાહી!

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે. ત્યારે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને હવામાન વિભગએ એલર્ટ પણ આપ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય થઈ છે. જેને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે 3થી વધુ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે વરસાદની આગાહી કરાઇ છે. તો સાથે સ આઠે, આજે સૌરાષ્ટ્રમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મંગળવારે રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે સાથે, આજે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુમાં, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટા,દ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુમાં, આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

રવિવારે, સુરત, નવસારી, વલસાડ, દમણ, ગાંધીનગર, નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જ્યારે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

સોમવારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, ગાંધીનગર, નગરહવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.