November 22, 2024

પરમ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના દર્શન કરી ધન્યતા અનુભવી: હર્ષ સંઘવી

સુરત: સુરત ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જૈન સમાજની શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય તેઓએ પરમ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી.

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર શોભાયાત્રાની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરો શેર કરતા તેમણે લખ્યું હતું કે, સુરત ખાતે આચાર્ય – ભગવંતોના સાનિધ્યમાં આયોજિત જૈન સમાજની શોભાયાત્રામાં ઉપસ્થિત રહી, તેનો પ્રારંભ કરાવીને ધન્યતાની અનુભૂતિ કરું છું.

આ સિવાય તેમણે વધુમાં લખ્યું કે, જૈન દર્શન વિશ્વને જીવન જીવવાનો સરળ અને સંયમિત માર્ગ પ્રશસ્ત કરે છે જેના મૂળમાં આચાર્યોની પ્રેરણા અને તપ રહેલું છે. સંયમના સંવાહકો અને કરુણાના સાગર એવા આચાર્ય- ભગવંતોની પાવન નિશ્રા સદભાગ્યથી જ પ્રાપ્ત થાય છે.

તો બીજી તરફ હર્ષ સંઘવીએ પરમ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના દર્શન કર્યા હતા. જેની તસવીરો શેર કરતા તેમણે લખ્યું હતું કે, સમાજને સંયમ અને અહિંસાનો ઉજળો પંથ પ્રદર્શિત કરનાર અને વિશ્વ કલ્યાણ માટે અનેક રીતે પ્રદાન કરનાર પરમ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના દર્શન કરી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતાની અનુભૂતિ કરું છું.