June 30, 2024

ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ, વૃક્ષ પડતા ગાય-વાછરડાંનું મોત

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના અનેક ભાગમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી ભીતિ છે.

ભાવનગર જિલ્લાના જેસર વિસ્તારમાં પડેલા વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી શક્યતા છે. ત્યારે જેસરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. તેને કારણે કેળાની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થાય તેવી પ્રબળ શક્યતા છે.

આ પણ વાંચોઃ વલસાડમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ક્યાંક વીજળી ગુલ તો નેશનલ હાઇવે પર પાણી ભરાયા

ઉલ્લેખનીય છે કે, પવનના કારણે ખેતરમાં કેળના વૃક્ષ ઢળી પડ્યા હતા. ખેડૂતના ખેતરમાં ઉભેલું ઘટાટોપ વૃક્ષ માલઢોર પડ્યું હતું. ત્યારે મહાકાય વૃક્ષ પર પડતા એક ગાય અને વાછરડાનું મોત નીપજ્યું છે.

વલસાડમાં ભારે પવન સાથે વરસાદ
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે શહેર સહિત ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહીના પગલે ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડના શહેર તથા ગ્રામ્ય વિસ્તાર સહિત વાપી, પારડી વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડના મોટાભાગના ગામોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે પવન સાથે વરસાદને કારણે અનેક વિસ્તારમાં વીજપ્રવાહ બંધ થઈ ગયો છે.