આ છે સૌથી વધુ જગ્યા ધરાવતા સ્કૂટર, જોઈ લો લીસ્ટ

Best Scooter: ઈન્ડિયામાં હવે લોકોને સ્કૂટર્સ ખૂબ પસંદ આવી રહ્યા છે. માર્કેટમાં અલગ અલગ પ્રકારના સ્કૂટર્સના મોડલ આવી રહ્યા છે. બાઇકની તુલનામાં સ્કૂટર ઘણી વધુ જગ્યા આપે છે. સ્કૂટરની આગળ અને સ્કૂટરની નીચે સામાન મૂકવાની જગ્યા મળી રહે છે. જો તમે પણ સ્કૂટર લેવાનું વિચારી રહ્યા છો તો અમે તમારા માટે ટલાક ખાસ સ્કૂટર વિશે માહિતી લઈને આવ્યા છીએ. આ એવા સ્કૂટર છે કે જેમાં તમને સીટ નીચે સામાન રાખવાની સારી જગ્યા મળી રહેશે.
સુઝુકી એક્સેસ 125
સુઝુકી એક્સેસ 125 એક સારું સ્કૂટર છે. આ સ્કૂટરની સીટ નીચે 21.8 લિટર સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફિચરની વાત કરવામાં આવે તો LED હેડલેમ્પ , મલ્ટીફંક્શન ડિજિટલ મીટર અને ઇઝી સ્ટાર્ટ સિસ્ટમ છે. આ સ્કૂટરની કિંમતની વાત કરવામાં આવે 83,949 રૂપિયા છે .
યામાહા ફેસિનો 125
યામાહા ફેસિનો તેના સેગમેન્ટમાં સૌથી સ્ટાઇલિશ સ્કૂટરમાંથી એક છે. તેની કિંમતની વાત કરવામાં આવે તો 76 હજાર રૂપિયાથી શરૂ થાય છે. આ એન્જિન હાઇબ્રિડ ટેકનોલોજીથી સજ્જ છે. આ સ્કૂટરની રાઇડ ગુણવત્તા ઘણી સારી છે અને તે ખરાબ રસ્તાઓ પરથી સરળતાથી પસાર થઈ જાય છે.
આ પણ વાંચો: IPL 2025નો સૌથી સસ્તો કેપ્ટન બન્યો આ ખેલાડી, ફક્ત મળ્યા આટલા પૈસા
ટીવીએસ જ્યુપિટર 125
TVS Jupiter 125 એક જોરદાર સ્કૂટર છે. તેમાં તમને 32 લિટરની સીટ નીચે સ્ટોરેજ મળી રહેશે. આ સ્કૂટરની કિંમત 79,540 રૂપિયાથી શરૂ થાય છે..