ઉનાળામાં આ રીતે તમારી ઇલેક્ટ્રિક કારનું રાખો ધ્યાન

Electric Car: ગરમીમાં હવે વધારો થઈ રહ્યો છે. સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજે ફરી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને તમારે તમારી ઇલેક્ટ્રિક કારનું ધ્યાન કેવી રીતે રાખવું તે વિશે અમે આજે તમને માહિતી આપીશું.

યોગ્ય બેટરી તાપમાન જાળવો
તમારી ઇલેક્ટ્રિક કારને તડકામાં રાખવાનું ટાળો. છાંયડામાં તેને પાર્ક કરવાનું રાખો. બેટરીને વધુ ગરમ થવાથી બચાવવા માટે તેને તડકામાં પાર્ક ના કરો. વધુ પડતી ગરમી બેટરીની આવરદા ઘટાડી શકે છે.

ટાયર અને બ્રેકનું ધ્યાન રાખો
ઉનાળામાં ટાયરનું દબાણ વધી શકે છે. જેના કારણે ટાયર ફાટવાનું જોખમ વધી જાય છે. ટાયરમાં હવા ઓછી ભરો. ઇલેક્ટ્રિક વાહનને વધુ ઝડપે ચલાવવાનું ઉનાળામાં ઓછું રાખો. તેની સાથે સાથે વારંવાર બ્રેક લગાવવાનું ટાળો.

આ પણ વાંચો: Zomato: મંત્રાલયે ઝોમેટોનું નામ બદલવાની પણ મંજૂરી આપી

ચાર્જ કરતી વખતે સાવચેતી રાખો
દિવસ કરતાં રાત્રે તાપમાન ઓછું હોય છે, જેના કારણે તમે તમારી બાઈકને ચાર્જ કરો છો તો તે રાતના સમયે કરો. ઉનાળામાં બેટરીને 80-90% સુધી ચાર્જ કરવી વધુ સારું છે, કારણ કે ફુલ ચાર્જ પર ઊંચા તાપમાનથી બેટરી પર દબાણ વધી શકે છે.