January 19, 2025

‘વાઈરલ ગર્લ મોનાલિસા’ની આંખોની સુંદરતા તેના માટે બની સમસ્યા, કુંભમેળો છોડવાની ફરજ પડી

Viral Girl Monalisa: મહાકુંભ મેળામાં રુદ્રાક્ષની માળા વેચનાર ઈન્દોરની યુવતી મોનાલિસા’ હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા ક્યારેક એવું વરદાન લાગે છે કે જે નાના લોકોને પણ આસમાને પહોંચાડી દે છે. પરંતુ આ વરદાન ક્યારેક સમસ્યા પણ બની જતું હોય છે. એવું જ કંઈક મોનાલિસા સાથે થયું છે. શ્યામ ચહેરો અને સુંદર આંખોવાળી આ છોકરીની આંખો જે ભગવાનની તેને દેન છે તે તેના માટે સમસ્યા બની ગઈ છે. કારણ કે આ વાઈરલ ગર્લ મોનાલિસા’ને કુંભમેળો છોડવાની ફરજ પડી છે.

 

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તીક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર

મોનાલિસાની વધી મુશ્કેલી
મોનાલિસા કુંભમાં માળા વેચી રહી હતી. એક વખત વાયરલ થયા બાદ તેની આસપાસ લોકોની ભીડ જોવા મળી રહી હતી. યુટ્યુબર્સ તેની સાથે વીડિયો બનાવવા માટે પડાપડી કરી રહ્યા હતા. જેના કારણ મોનાલિસા પોતાનું કામ કરી શક્તી ના હતી અને પોતે માળા વેચી શકતી ના હતી. તે લોકોથી બચવા માટે કાળા કપડા અને માસ્ક પહેરતી હતી. જેના કારણે ત્યાં આવેલા લોકો તેને ઓળખી ના શકે. પરંતુ એમ છતાં લોકોએ સેલ્ફી અને વીડિયો લેવાનું બંધ કર્યું ના હતું. મળતી માહિતી મુજબ પિતાએ મોનાલિસાને ઘરે પરત મોકલી દીધી છે જ્યારે બંને બહેનો હજુ પણ કુંભમાં માળા વેચી રહી છે.