September 12, 2024

‘આજીજી નહિ રણ થશે, યુદ્ધ મહાભીષણ થશે’, બાંગ્લાદેશ હિંસા પર આયોધ્યાના સંતોનું એલાન

અયોધ્યા: બાંગ્લાદેશમાં હિન્દુ મઠો અને મંદિરોને નુકસાન કરવા અને હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અયોધ્યાના સાધુ-સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને સૂત્રોચ્ચાર કર્યા. અયોધ્યાના રામ પથ પર લગભગ 2 કિલોમીટર લાંબી પદયાત્રા કાઢીને હિંદુઓને જાગૃત થવાનો સંદેશ આપ્યો. આ સાથે જ સાધુ-સંતોએ ચેતવણી પણ આપી કે જો હિંદુઓ પરના અત્યાચાર બંધ નહીં થાય તો રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં રહેવા દેવામાં નહિ આવે.

‘હવે મહાભીષણ યુદ્ધ થશે..’

બાવન મંદિરના પૂજારીએ કહ્યું કે બાંગ્લાદેશમાં અમારા મંદિરો તોડવામાં આવી રહ્યા છે અને અત્યાચારો કરવામાં આવી રહ્યા છે, જે અમે હવે સહન નહીં કરીએ. જો તેઓ અમારા હિંદુઓને મારશે તો અમે પણ આ રોહિંગ્યા મુસ્લિમોને મારીને ભગાડીશું. તેમણે કહ્યું કે, ‘હવે ઓમ શાંતિ નહીં, ઓમ ક્રાંતિનો સમય આવી ગયો છે. જો તેઓ અમારી સાથે બદલાની ભાવના રાખશે તો અમે પણ તેમના એવા જ હાલ કરીશું. હવે કોઈ આજીજી નહીં પણ રણ થશે, યુદ્ધ મહાભિષણ થશે.

‘બાંગ્લાદેશીઓ સાથે આવું જ વર્તન થશે’
અયોધ્યા હનુમાન ગઢીના મહંત રાજુ દાસે કહ્યું કે, અયોધ્યાના સંતોએ વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં પદયાત્રા કાઢી, બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓની હત્યાઓ થઈ રહી છે, બહેન-દીકરીઓની આબરૂ લૂંટાઈ રહી છે, મંદિરો તોડવામાં આવી રહ્યા છે. આ બધુ સહન કરી શકાય તેવું નથી. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશીઓ ભાનમાં આવી જાઓ. નહીં તો અમે ભારતમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સાથે પણ આવું વર્તન કરીશું. દિગંબર અખાડા, નિર્મોહી અખાડા અને નિવારી અખાડા, ત્રણેય એક સાથે છે.

તેમણે, દેશના સાધુ-સંતોને પણ અપીલ કરે છે કે હવે બધાએ રસ્તા પર આવીને બાંગ્લાદેશીઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ. જે રીતે ત્યાં હિન્દુઓને મારવામાં આવી રહ્યા છે, તેવી જ રીતે ભારતમાં રોહિંગ્યા મુસ્લિમોને નહીં રહેવા દેવામાં આવે.