દૂધમાં કેળા ભેળવીને ખાવાથી ફાયદો થાય છે કે નુકસાન?
Banana Milkshake: આપણે ઘણી વખત દૂધ અને કેળાને મિક્સ કરીને ખાતા હોઈએ છીએ. પરંતુ આપણને એ વાતની ખબર હોતી નથી કે તે આપણા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક. આવો જાણીએ આ વિશે.
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
એક માહિતી પ્રમાણે કેળા અને દૂધનું મિશ્રણ લોકોને ખૂબ ભાવે છે. મોટા ભાગના લોકો તેનો ઉપયોગ સ્મૂધીના રૂપમાં કરે છે. કેળા અને દૂધનું એકસાથે સેવન કરવાથી કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને આવશ્યક વિટામિન્સનું સારું સંતુલન મળે છે. કેળામાં વિટામિન અને ફાઈબરની સાથે પોટેશિયમ પણ મળી રહે છે. જ્યારે દૂધ કેલ્શિયમ અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. લોકો તેને નાસ્તાના સ્વરૂપમાં લે છે. જેમને ઝડપી ઉર્જા વધારવી હોય તે લોકો માટે આ ફાયદાકારક છે.
આ પણ વાંચો: તિરૂમાલાના લાડુનો સ્વાદ દુનિયાભરમાં જાણીતો છે, આ રહી એની મસ્ત રેસીપી
સ્વાસ્થ્ય માટે હાનિકારક
ઘણા લોકોનું માનવું છે કે દૂધ અને કેળાને મિક્સ કરને ખાવાથી પેટને ફૂલવાની સમસ્યા થઈ જતી હોય છે. આ સાથે પાચન અને અપચાની પણ સમસ્યા થઈ જાય છે. પાચનમાં સમસ્યા આવી શકે છે. જો વધારે પડતું ખાવામાં આવે તો શ્વસનની સમસ્યાઓ થાય છે. કેળા અને દૂધનું એકસાથે સેવન કરવાથી શરીરને ઘણા પોષક ફાયદા થાય છે. જોકે તમને નુકસાન થતું હોય કે પછી શરીરમાં કંઈ નુકસાનકારક ફેરફાર જોવા મળે છે. તો તમે એક સાથે ખાવાનું ટાળવું જોઈએ. આ સાથે તમે આ બંનેને અલગ અલગ પણ ખાઈ શકો છો.