December 24, 2024

અમદાવાદના મહેમાન બન્યા બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલ

મિહિર સોની, અમદાવાદ: બેડમિન્ટન સ્ટાર પ્લેયર સાઈના નહેવાલ અમદાવાદના મહેમાન બન્યા છે. શેલામાં આવેલ શાંતિ બિઝનેસ સ્કૂલના એક કાર્યક્રમમાં સાઈના નહેવાલે હાજરી આપી હતી. જેમાં ચિરિપાલ ગ્રુપના 52 વર્ષ સફળતાની ઉજવણી ભાગરૂપે પદ્મભૂષણ પ્રાપ્ત કરેલ સાઈન નહેવાલ હાજરી આપી હતી.

ચિરીપાલ સ્પોર્ટ્સ ફેસ્ટ 2024ના વિજેતા થયેલ ખેલાડીને સાઈના નેહવાલના હસ્તે પુરસ્કાર આપ્યા હતા. ચિરિપાલ ગ્રુપ દ્વારા સાત રમતોનું આયોજન કર્યું હતું. જેમાં ટેબલ ટેનિસ, ક્રિકેટ, સ્વિમિંગ, રનિંગ જેવી રમતોનું આયોજન કર્યું હતું. સાઈના નહેવાલ કહ્યું કે સ્પોર્ટ્સમાં ફિટનેસ ખૂબ જરૂરી છે અને દેશમાં હવે માત્ર ક્રિકેટ જ નહિ અન્ય રમતમાં સારું પ્રદર્શન લોકોનું જોવા મળી રહ્યું છે.

સાથે જ સાઈન નહેવાલ કહ્યું કે દરેક રમતમાં સ્કીલ હોવી ખૂબ જરૂરી છે. ત્યારે, સાઈના નહેવાલ કીધું કે મને ઘૂંટણની ઇજા થઈ હોવાથી થોડો બ્રેક લીધો છે અને હાલ હું મારા પરિવાર સાથે સમય વિતાવી રહી છે. 9 વર્ષની ઉંમર થી સ્પોર્ટ્સ માં આવી ગઈ હતી અને 25 વર્ષ સુધી બેડમિન્ટન અલગ અલગ ટુર્નામેન્ટ રમી ચૂકી છું. ત્યારે, હાલ મારા પગની સારવાર થઈ ગયા બાદ ફરી હું બેડમિન્ટન રમીશ.