February 8, 2025

બુટલેગરોનો નવો કીમિયો, સ્કૂલવાનની આડમાં દારૂની હેરાફેરી

મિહિર સોની, અમદાવાદ: તહેવાર નજીક આવતા જ બૂટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા અંજામવી રહ્યા છે. પોલીસે સ્કૂલ વાનમાં દારૂની હેરાફેરી ઝડપી પાંચ લોકોની ધરપકડ કરી છે. દારૂને ઘરમાં સંતાડી રાખતા અને રાત્રે સ્કૂલ વાનમાં ડિલિવરી આપતા. જોકે આ ઇસમોનો કીમિયો વધારે દિવસ ન ચાલ્યો અને કારંજ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી.

અમદાવાદ શહેરના ઝોન 2 એલસીબી સ્કોર્ડની ગીરફતમાં રહેલા બુટલેગર ફહીમ ઉલ્લા ખાન પઠાણ, મોહમદ અકબર, સોહેલ, મોઇન ઉર્ફે ભોતુ અને ઇકબાલની દારૂના જથ્યાં સાથે ધરપકડ કરવામાં આવી છે. પાંચેય આરોપી દારૂની હેરાફેરી કરી દારૂનું વેચાણ કરતા હતા. મોહમદ સોહેલ નામના આરોપી સ્કૂલ વાનમાં દારૂની હેરાફેરી કરતો હતો. એટલું જ નહિ સવારે સ્કૂલની વર્ધિ મારતો અને રાત્રે દારૂની હેરાફેરી કરતા હતા.

ઝોન -2 એલસીબી ટીમને માહિતી મળી હતી. જેના આધારે ખાનપુર ચકલા પાસે રેડ પાડીને આરોપીઓએ દારૂ ઘર અને સ્કૂલ વાનમાં છુપાવીને રાખ્યો હતો. જે દારૂનો જથ્થો કબજે લઇ તપાસ શરૂ કરી. ત્યારે આરોપી દારૂ ક્યાં બુટલેગર પાસેથી મગાવે છે અને આરોપી કોને કોને દારૂ વેચતા હતા જેને લઇ તપાસ શરૂ કરી છે. પણ આરોપીઓને પોલીસ પકડે નહિ માટે સ્કૂલમાં દારૂની હેરાફેરી અને દારૂ સંતાડી રાખતા હતા. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.