December 19, 2024

મોસ્કોમાં ISના આતંકવાદી દ્વારા હુમલો, 115ના મોત, 11 શકમંદોની ધરપકડ

Russia Terror Attack: રશિયાના મોસ્કોમાં શુક્રવારે મોડી સાંજે એક કોન્સર્ટ હોલમાં આતંકવાદી દ્વારા હુમલો થયો હતો જેમાં મૃતકોની સંખ્યા 115 પર પહોંચી ગઈ છે અને લગભગ 150 લોકો ઘાયલ થયા છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા અને હોલમાં વિસ્ફોટ કર્યો અને ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ રશિયન સુરક્ષા એજન્સી અને પોલીસે સંયુક્ત રીતે મોસ્કોમાં હાઈ એલર્ટ જારી કરીને અભિયાન શરૂ કર્યું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 11 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચાર બંદૂકધારી એવા છે જેઓ હુમલામાં સામેલ હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ લોકોને પોલીસે કારનો પીછો કર્યા બાદ પકડી પાડ્યો હતો.

https://twitter.com/301military/status/1771480369990074815?s=20

રશિયન સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર આ હુમલાખોરો યુક્રેનમાં સંપર્કો હતા અને તેઓ સરહદ તરફ ભાગી રહ્યા હતા. જો કે, તે રશિયા-યુક્રેન સરહદે પહોંચે તે પહેલા જ બ્રાયનસ્ક વિસ્તારમાં પકડાઈ ગયો હતો. રશિયન એજન્સી ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB)એ કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. બીજી બાજુ રશિયાના આ આરોપો પર યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકારે કહ્યું કે તેમને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. આ ઘટના પર રશિયન સુરક્ષા પરિષદના સચિવ નિકોલાઈ પાતૃશેવે કહ્યું કે રશિયા પર આઈએસ-ખોરાસાન દ્વારા કરવામાં આવેલો આ હુમલો દેશ માટે એક નવો ગંભીર ખતરો દર્શાવે છે. વધુમાં કહ્યું કે, જેણે પણ આ હુમલો કર્યો છે તેને બક્ષવામાં આવશે નહીં.

આતંકવાદીઓ સુરક્ષા દળોના યુનિફોર્મમાં કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા હતા
અહેવાલો અનુસાર, સુરક્ષા દળોના યુનિફોર્મમાં ઓછામાં ઓછા ત્રણ આતંકવાદી કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા હતા અને અંદર રહેલા લોકો પર ગોળીબાર શરૂ કર્યો. જેના કારણે અનેક લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. રશિયન સમાચાર એજન્સી તાસના રિપોર્ટ મુજબ હુમલા બાદ બિલ્ડિંગમાં વિસ્ફોટ થયો અને આગ લાગી હતી.

હુમલાની સંભાવનાને જોતા અમેરિકાએ એડવાઈઝરી જારી કરી હતી
આતંકવાદી હુમલા પછી, મોસ્કો પ્રદેશના ગવર્નરે કહ્યું કે ક્રોકસ સિટી હોલ તરફ જઈ રહ્યા હતા. હુમલાખોરોનો સામનો કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, મોસ્કોમાં યુએસ એમ્બેસીએ થોડા દિવસો પહેલા એક એડવાઈઝરી જારી કરી હતી, જેમાં અમેરિકન નાગરિકોને મોસ્કોમાં સામૂહિક મેળાવડા ટાળવા માટે ચેતવણી આપવામાં આવી હતી, ત્યારબાદ રશિયામાં આ હુમલો થયો. યુએસ એમ્બેસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દૂતાવાસ એવા અહેવાલોની તપાસ કરી રહ્યું છે કે ઉગ્રવાદીઓ મોસ્કોમાં કોન્સર્ટ સહિત મોટી સભાઓને નિશાન બનાવવાની યોજના ધરાવે છે. તેથી, યુએસ નાગરિકોને આગામી 48 કલાકમાં મોટા મેળાવડા ટાળવાની સલાહ આપવામાં આવે છે.

વ્હાઇટ હાઉસે ગોળીબારમાં યુક્રેનની સંડોવણીનો ઇનકાર કર્યો
મોસ્કોમાં થયેલા હુમલા અંગે વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે હાલમાં એવા કોઈ સંકેત નથી કે ગોળીબારમાં યુક્રેન કે યુક્રેનિયનો સામેલ છે. અમે હુમલા પર નજર રાખી રહ્યા છીએ, પરંતુ હું આ સમયે યુક્રેન સાથેના કોઈપણ પ્રકારના સંબંધ વિશે કોઈ જાણકારી આપી શકતા નથી.