November 23, 2024

કેજરીવાલનો કારાવાસ લંબાયો, 15 એપ્રિલ સુધી તિહારમાં રહેશે

દિલ્હી: દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલને આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હવે ત્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. રાઉઝ એવન્યૂ કોર્ટે કેજરીવાલને 15 એપ્રિલ સુધી તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

કસ્ટડીની માંગણી કરી
અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તે સમયે તેમની પત્ની સુનીતા, AAP નેતા સૌરભ ભારદ્વાજ, આતિશી, ગોપાલ રાય સહિત ઘણા નેતાઓ હાજર હતા. તમને જણાવી દઈએ કે, 28 માર્ચે કોર્ટે કેજરીવાલને રાહત આપી ના હતી. ED દ્વારા 21 માર્ચે તેની ધરપકડ કરી હતી. EDએ ન્યાયિક કસ્ટડીની માંગણી કરી છે. કેજરીવાલના રિમાન્ડને EDએ 4 દિવસ માટે લંબાવ્યો છે. કોર્ટમાં તપાસ એજન્સીના વકીલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી તપાસમાં સહકાર આપી રહ્યા નથી. તેમના ફોનમાંથી ડેટા બહાર કાઢીને તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: કચ્ચાથીવૂ દ્વીપ મુદ્દે PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું – તેમના પર ભરોસો ન થાય

પોતાનો પક્ષ રજૂ
સુનાવણી દરમિયાન કેજરીવાલે કહ્યું કે એક્સાઈઝ પોલિસી બનાવતી વખતે કોઈ પણ પ્રકારનું કોંભાડ થયું નથી. તેમણે એવો પણ આરોપ કર્યો કે EDનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટી ખતમ કરવાનો છે. લગભગ 10 મિનિટ કેજરીવાલે પોતાની વાત કહી હતી. તેમણે મોટો આરોપ તો એ લગાવ્યો કે તપાસ એજન્સી પૈસા વસૂલવાનું રેકેટ પણ ચલાવી રહી છે. હાલ તો 15 એપ્રિલ સુધી તિહાર જેલમાં જ રાખવામાં આવશે કેજરીવાલને.

શું છે દિલ્હી દારૂ કૌભાંડ?
નવી લિકર પોલિસી 2021-22માં દિલ્હીમાં અમલમાં આવી હતી. ત્યારબાદ નવી પોલિસીમાં ડીલરોને ફાયદો આપવાનો આરોપ છે. લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટમાં નવી પોલિસીમાં અનિયમિતતાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નવી નીતિના કારણે 144 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપો થયા છે. EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ત્યારપછી આરોપી વિજય નાયરની ધરપકડ કરી અને હવે એકબાદ એક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ હવે કેજરીવાલને ત્રીજી વખત સમન્સ આપવામાં આવ્યું છે. પરંતુ કેજરીવાલ હાજર ગયા નહોતા. હવે એવી વાત આપના નેતાઓ કહી રહ્યા છે કે, કેજરીવાલના ઘરે EDના દરોડા આજે તારીખ 4-1-2024 ના પડી શકે છે.