December 4, 2024

RBIના 90 વર્ષ પૂર્ણ, PM મોદીએ કહ્યું – રિઝર્વ બેન્કે વિશ્વસનીયતા સાબિત કરી

RBI @90: વડાપ્રધાન મોદી આજે 1 એપ્રિલના દિવસે ભારતની આર્થિક રાજધાની મુંબઈના એક દિવસના પ્રવાસે છે. આજે દેશની સૌથી મોટી કેન્દ્રીય બેંક RBIને 90 વર્ષ પૂરાં થયા છે. નાણાકીય વર્ષ 2024-25ની શરૂઆત સાથે જ આજે 90 વર્ષ પૂરાં થયા છે. ત્યારે તેની ખુશીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ હાજર રહ્યા છે. આ કાર્યક્રમમાં RBIની ભૂમિકા પર વિસ્તારથી વાત કરવામાં આવી છે.

PM મોદીએ RBIની કામગીરીના કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરબીઆઈના 90 વર્ષના કામને લઈને વાત કરતા કહ્યું કે, આરબીઆઈની ભૂમિકા દેશની બેકિંગ સિસ્ટમને મજબુત કરવા માટે ખૂબ જ મહત્વની અને મોટી છે. આરબીઆઈમાં જે પણ કાર્ય કરવામાં આવે છે. તેના કારણે દેશના સામાન્ય માણસોના નાણા પર સીધી અસર કરી પ્રભાવિત કરે છે. આરબીઆઈએ અંતિમ છેડા પર ઊભા જન-જન સુધી ફાઈનેશિયલ ઈંક્લૂજનનો લાભ પહોંચાડવા માટે મહત્વનો રોલ નિભાવે છે.

વધુમાં કહ્યું કે, RBIએ સમયાંતરે વિશ્વસનીયતા સાબિત કરી છે. દુનિયાએ મોટા મોટા દેશોની કેન્દ્રીય બેંકોની સામે આરબીઆઈએ પોતાના કામને સારૂં સાબિત કર્યું છે. RBIની ડિજિટલ કરન્સી એક ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે. આરબીઆઈએ ગ્લોબલ લીડરશિપમાં ભારતની શાખને બનાવી રાખી છે. આ વાત હું છેલ્લા 10 વર્ષના અનુભવોના આધારે કહી શકું છું. આ સાથે વૈશ્વિક નાણાકીય સિસ્ટમમાં આવનારા 10 વર્ષમાં આરબીઆઈના કારણે દેશના યુવાનોને નવા અવસરો મળશે. ડિજિટલ ટેક્નોલોજીમાં ભારત આજે એક પ્રાઈમ પ્લેયર બનીને ઉભરી રહ્યું છે. ડિફેન્સ સેક્ટરમાં પણ અમને બહું સપોર્ટ મળી રહ્યો છે.

આ પણ વાંચો: કેજરીવાલનો કારાવાસ લંબાયો, 15 એપ્રિલ સુધી તિહારમાં રહેશે

વધુમાં PM મોદીએ કહ્યું કે, ભારતના દરેક ક્ષેત્રમાં લોનની ખૂબ જ જરૂર પડશે કારણ કે આ દેશ સિદ્ધિઓ અને શક્યતાઓથી ભરેલો છે અને જ્યાં લોનની જરૂર છે ત્યાં દેશની બેંકિંગ સિસ્ટમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આરબીઆઈએ આ બ્લુપ્રિન્ટ માટે પોતાની નિપુણતા વિકસાવવી જોઈએ અને ‘બૉક્સની બહાર’ વિચારસરણી પર કામ કરવું જોઈએ જેમ તે કરી રહી છે. આજે ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વૈશ્વિક લીડર બની ગયું છે અને આનો ઘણો શ્રેય આરબીઆઈને જાય છે.

પીએમ મોદીએ RBI ગવર્નર શક્તિકાંત દાસના વખાણ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની પ્રશંસા કરતા કહ્યું, “અમારા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ બોક્સની બહાર વિચારવામાં નિષ્ણાત છે. તેમણે એમ પણ કહ્યું કે મને ખુશી છે કે આ જ વસ્તુ માટે સૌથી વધુ તાળીઓ મળી હતી.

RBIના 90 વર્ષ પૂરા થવા પર સિક્કો લોન્ચ કરવામાં આવ્યો
આ પ્રસંગે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આરબીઆઈના 90 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિક્કો લોન્ચ કર્યો હતો. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ભાગ લીધો હતો.