June 30, 2024

નીતિન ગડકરી, હરદીપ સિંહ પુરી સહિત 4 મંત્રીઓના ખાનગી સચિવોની નિમણૂકને મંજૂરી

Personal Secretaries Appointment: કેન્દ્રમાં મોદી સરકાર 3.0ની રચના બાદ મંત્રીઓના ખાનગી સચિવોની પણ નિમણૂક કરવામાં આવી રહી છે. આ ક્રમમાં ગુરુવારે (20 જૂન) ચાર મંત્રીઓના ખાનગી સચિવોની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. આ મંત્રીઓમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી, ટેક્સટાઈલ મંત્રી ગિરિરાજ સિંહ અને હાઉસિંગ અને અર્બન અફેર્સ અને પાવર મિનિસ્ટર મનોહર લાલ ખટ્ટરનો સમાવેશ થાય છે.

નીતિન ગડકરીના અંગત સચિવ દીપક અર્જુન શિંદેને યથાવત રાખવામાં આવ્યા છે. દીપક 2012 બેચના IAS ઓફિસર છે. 2011 બેચના IAS અધિકારી વિજય દત્તને મનોહર લાલ ખટ્ટરના અંગત સચિવ બનાવવામાં આવ્યા છે. રસાલ દ્વિવેદીને હરદીપ પુરીના અંગત સચિવ બનાવાયા છે, રસાલ આઈઆરએસ અધિકારી છે. આ સિવાય ગિરિરાજ સિંહના અંગત સચિવ રમણ કુમારને તેમની સાથે યથાવત રાખવામાં આવ્યા છે. રમન બિહાર કેડરના 2009 બેચના IAS અધિકારી છે.