T20 World Cup 2024માં અમેરિકાએ 2 મેચ જીતી છતાં પાકિસ્તાન કરતાં વધુ પૈસા મળ્યાં
T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024 પાકિસ્તાની ટીમનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળ્યું હતું. ટીમનું એટલું પ્રદર્શન ખરાબ રહ્યું કે ટીમ બીજા રાઉન્ડ માટે પણ ક્વોલિફાય થઈ શકી ના હતી. પાકિસ્તાનની ટીમના તમામ ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા હતા.
સુપર-8માં પણ પહોંચી નહીં.
પાકિસ્તાની ટીમને ટીમ ગ્રુપ-એમાં સામેલ કરવામાં આવી હતી. આ ગ્રુપમાં બીજી ટીમની વાત કરવામાં આવે તો તેમાં અમેરિકા, ભારત, કેનેડા અને આયર્લેન્ડની ટીમ હતી. દરેક ક્રિકેટ ચાહકોને આશા હતી કે આ ગ્રુપમાંથી પાકિસ્તાન અને ભારત આગામી રાઉન્ડમાં પહોંચશે. પરંતુ લોકોને આ મહામુકાબલો જોવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. કારણ કે પહેલી જ મેચમાં પાકિસ્તાનને સુપર ઓવરમાં અમેરિકા સામે કારમી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેનાથી ટીમનું મનોબળ તૂટી ગયું હતું.
આ પણ વાંચો: Rohit Sharmaએ T20ને વિદાય આપતા પત્ની રિતિકા થઈ ભાવુક
પાકિસ્તાન બે મેચ જીત્યું
પાકિસ્તાની ટીમે કેનેડા અને આયર્લેન્ડ સામે સતત બે મેચ જીતી હતી. જોકે તેનો ફાયદો તેને મળ્યો ના હતો. પાકિસ્તાની ટીમ ગ્રુપ-એમાં ત્રીજા સ્થાન પર હતી. ICCએ દરેક ગ્રૂપમાં ત્રીજા સ્થાને રહેલી ટીમોને 2.06 કરોડ રૂપિયા આપ્યા છે. આ સિવાય સુપર-8 સુધી દરેક મેચ જીતવા માટે 25.9 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. પાકિસ્તાની ટીમને બે મેચ જીતવા માટે 51.8 લાખ રૂપિયા અને ગ્રુપમાં ત્રીજા સ્થાન પર રહેવા માટે 2.06 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. પાકિસ્તાનની ટીમને અંદાજે 2.58 કરોડ રૂપિયા મળશે. અમેરિકાને સુપર-8માં પહોંચવા માટે 3.18 કરોડ રૂપિયા આ સાથે બે મેચ જીતવા માટે 51.8 લાખ રૂપિયા મળ્યા છે. અમેરિકાને કુલ 3.70 કરોડ રૂપિયા મળ્યા છે.