July 4, 2024

ગબ્બરમાં 20 કરોડના ખર્ચે બનશે નવા પગથિયાં, સ્ટ્રીટ લાઇટ-સીસીટીવી પણ મૂકશે

ambaji Gabbar 20 crore rupees new dhrangdhra stone New steps built

ગબ્બરની ફાઇલ તસવીર

શક્તિસિંહ રાજપૂત, અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર અંબાજી ધામ આદ્યપીઠ તરીકે ઓળખાય છે. એવી માન્યતા છે કે, આ જગ્યાએ સતીનું હૃદય પડ્યું હતું. તેથી તેને ‘હૃદય પીઠ’આવેલું છે. અંબાજી મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વતમાં મા અંબાનું મૂળ સ્થાનક આવેલું છે.

ગબ્બર ખાતે હાલના ચઢવા અને ઉતરવાના પગથિયાં નાના-મોટા અને અલગ અલગ સાઈઝના હોવાથી માઈ ભક્તોને ચઢવા-ઉતરવામાં વધારે તકલીફ પડે છે. વધુમાં અમુક પગથિયાં તૂટી ગયેલા હાલતમાં હોવાથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત ટુરિઝમ દ્વારા તાજેતરમાં પીઆર એન્ડ પટેલ કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આજે ગબ્બર તળેટી હનુમાનજી મંદીર પાસે ગબ્બર 51 શક્તિપીઠના બ્રાહ્મણોના હસ્તે પૂજન અર્ચન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંબાજી મંદિરના ચેરમેન અને વહીવટદાર પૂજામાં જોડાયા હતા. ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ શામળાજી પોલીસ સ્ટેશનના બે કર્મી પર કપલનો હુમલો, વીડિયો વાયરલ

સમગ્ર ભારતમાં ગબ્બર પર્વત પર અખંડ જ્યોતના દર્શન કરવા માટે દૂરદૂરથી માઇભક્તો આવતા હોય છે. ત્યારે આગામી સમયમાં ગબ્બર પર્વત પર ધ્રાંગધ્રાના સ્ટોન પથ્થરોથી અલગ ઓળખ આપવામાં આવે છે. માઇભક્તોને ગબ્બરનાં પગથિયાં ચઢવા-ઉતરવામાં સરળતા રહેશે. પગથિયાની સાઈડમાં રેમ્પ પણ લગાડવામાં આવશે. આ ઉપરાંત પગથિયાંની સાથે સાથે સ્ટ્રીટ લાઈટો, સીસીટીવી કેમેરા, ટોયલેટ બ્લોક, પાણીની પરબ અને બેસવા માટે રેસ્ટિંગ પોઇન્ટ સહિત અનેક આકર્ષણ બનાવવામાં આવશે. આ સમગ્ર કામગીરી માત્ર 21 મહિનાના સમયગાળામાં ગબ્બર ખાતે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થશે.