January 20, 2025

SOGની ટીમનો ભારત ગોલ્ડન ટ્રાન્સપોર્ટ પર દરોડો, લાખોના દારૂ સાથે એકની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અનેક કીમિયાઓ વાપરવામાં આવતા હોય છે. ત્યારે SOG ક્રાઇમની ટીમે આવી જ એક નવી મોડસ ઓપરેન્ડી સાથે દારૂ ઘુસાડવાના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો છે. આ સાથે જ એક આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, SOG ક્રાઇમે દિલ્હી ટ્રાન્સપોર્ટ મારફતે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તાર નજીક મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મોડસ ઓપરેન્ડી પ્રમાણે, બિયારણ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓનાં બનાવટી બિલની આડમાં પોર્ટલથી દારૂની હેરાફેરી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે નીતિન બોરસે નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે.

ઓનલાઈન પોર્ટલની એપ્લિકેશનના માધ્યમથી દારૂ મગાવવામાં આવ્યો હતો. ત્યારે એસઓજી ક્રાઇમની ટીમે ભારત ગોલ્ડન ટ્રાન્સપોર્ટ પર દારૂનો જથ્થો પહોંચતા જ દરોડો પાડ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 2.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.