શિવ આશિષ શાળામાંથી પ્રવાસ લઈ જવા મામલે DEOની કાર્યવાહી, લાખોનો દંડ ફટકારશે
અમદાવાદઃ શહેરની શિવ આશિષ શાળામાંથી પ્રવાસ લઈ જવાનો મામલે ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ખુલાસો કર્યો છે. શાળાએ હિયરીંગ દરમિયાન DEO સમક્ષ પ્રવાસ કરાવ્યો હોવાનું સ્વીકાર્યું છે. હિયરિંગ દરમિયાન શાળાએ પરિપત્ર ધ્યાનમાં ન હોવાનું કહીને લૂલો બચાવ કર્યો છે.
આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે કે, ‘પ્રવાસને લઈને આચાર્યની ગંભીર ભૂલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આચાર્યની જવાબદારી છે શિક્ષણ વિભાગના નિયમોનું પાલન કરવાની.’ ત્યારે આ મામલે શાળાના સંચાલકને આચાર્ય સામે કાર્યવાહી કરવા DEOએ આદેશ કર્યો છે.
આ મામલે મંજૂરી વગર પ્રવાસનું આયોજન કરવા બદલ શાળાને 2થી 3 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજી કોઈપણ શાળા આ પ્રકારની ભૂલ ન કરે તે માટે શાળાને દંડ કરવામાં આવશે.