September 14, 2024

ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ, મેઘરાજા ગુજરાતમાં બોલાવશે ભૂક્કા

ગાંધીનગરઃ રાજ્યભરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 27 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભરૂચ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, કચ્છ, તાપી, ડાંગ, દાદાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, નવસારી, બોટાદ, સુરેન્દ્રનગર, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ડિપ ડિપ્રેશન અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

ટંકારામાં સૌથી વધુ વરસાદ
રાજ્યમાં 24 કલાકમાં મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ વરસ્યો છે. ચરોતર વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આણંદ જિલ્લામાં ગત 24 કલાકમાં 10 ઈંચ તથા ખેડામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વર્ષે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 99 ટકાથી વધુ વરસ્યો છે. જ્યારે સૌથી વધુ કચ્છ ઝોનમાં 116 ટકા વરસાદ નોંધાયો છે.