May 22, 2024

ઇન્સટન્ટ લોનના નામે 5 લોકો સાથે ઠગાઈ, સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી

Ahmedabad instant loan cheating with 5 people cyber crime started investigation

અમદાવાદ સાયબર સેલ - ફાઇલ તસવીર

મિહિર સોની, અમદાવાદઃ જો તમે નાની નાની રકમની લોન ઓનલાઇન લેવાનું વિચારી રહ્યા છો અથવા તો આ પ્રકારે લોન લીધી હોય તો તમારે ચેતી જાઓ. કારણ કે, આ પ્રકારે મળતી ઇન્સ્ટન્ટ લોન તમને મોટા ખાડામાં ઉતારી શકે છે. અમદાવાદમાં ઈન્સ્ટન્ટ લોનમાં ઠગાઈના કિસ્સાઓ વધ્યાં છે. દરરોજ 5થી વધુ લોકો આ ઠગાઇનો ભોગ બની રહ્યા છે.

ઇન્સ્ટન્ટ લોનના નામે નાણાકીય મદદ લેવી ક્યારેક મુસીબતને આમંત્રણ આપવા જેવો ઘાટ સર્જે છે. કેટલાક સમયથી આ પ્રકારે છેતરપિંડીના અસંખ્ય કિસ્સાઓ બની રહ્યા છે. સાયબર ક્રાઈમ કરતા ગઠિયાઓ જે વ્યક્તિને ઓછા રૂપિયાની જરૂરિયાત હોય તેવા લોકોને માત્ર આધાર કાર્ડ અને ફોટો જેવા પુરાવા આપીને લોન આપવાની લાલચ આપે છે. ત્યારબાદ તેઓ તેમને બ્લેકમેલિંગ કરીને અથવા તો અન્ય કોઈ રીતે રૂપિયા પડાવે છે. સાયબર ક્રાઇમમાં દરરોજ 5થી વધુ લોકો ઇન્સ્ટન્ટ લોનની ઠગાઈનો ભોગ બનેલા લોકો ફરિયાદ નોંધાવવા આવે છે અને આ ઠગ ટોળકીથી છૂટકારો મેળવવાની અપીલ કરે છે.

આ પણ વાંચોઃ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે CR પાટીલે બે હાથ જોડીને માફી માગી

અગાઉ સાયબર ગઠિયાઓ પ્લે સ્ટોર મારફતે ઇન્સ્ટન્ટ લોન માટેની એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા હતા પરંતુ આવી અનેક એપ્લિકેશન બંધ કરાવ્યા બાદ હવે તેઓ સોશિયલ મીડિયા મારફતે લોકોનો સંપર્ક કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ ગઠિયાઓ એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ તેમના મોબાઈલની કેટલીક એપ્લિકેશન એક્સેસ કરવા માટેની મંજૂરી મેળવી લેતા હોય છે અને ત્યારબાદ તેમના ફોટો મોર્ફ કરી સગા સંબંધીઓમાં વાયરલ કરવાની ધમકી પણ આપતા હોય છે. આ ઉપરાંત ભોગ બનનારાની રોજિંદી ગતિવિધિઓ ઉપર પણ તેમની નજર હોવાની ધમકી આપે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં જિલ્લામાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ કેટલું? જાણો તમામ માહિતી

સાયબર ક્રાઇમના અધિકારીનું કહેવું છે કે, જ્યારે કોઈપણ વ્યક્તિ આ પ્રકારે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન પરથી નાણાકીય મદદ લઈ રહ્યા છે, ત્યારે તે એપ્લિકેશન NBFC દ્વારા અધિકૃત છે કે કેમ તેની ચકાસણી કરવી હિતાવાહ બને છે. હાલમાં તો સાયબર ક્રાઇમે આ લોનના ઠગાઈ કેસમાં સંડોવાયેલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.