May 21, 2024

સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર બાદ હવે નવા ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ

પાર્થ ભટ્ટ, સાબરકાંઠા: સાબરકાંઠામાં નવા ઉમેદવાર જાહેર થયા ત્યારથી જ શોભના બારૈયાનો વિરોધ વધતો જઈ રહ્યો છે, બીજી બાજુ આજે હિંમતનગરમાં 1,000 પત્રો હાઈકમાન્ડને લખવામાં આવ્યો છે અને સાથે સાથે કાર્યાલયની ખાતે મોટી સંખ્યામાં વિરોધ પણ દર્શાવવામાં આવ્યો છે.

દુનિયાની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં હવે કાર્યકરોની અંદર પણ અણગમો જોવા મળી રહ્યો છે. ભીખાજી ઠાકોર બાદ નવા ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિન પ્રતિ દિન સતત વિરોધ વધતા હવે કદાચ હાઈકમાન્ડને પણ વિચારવું પડે તેવી પરિસ્થિતિઓ આવી પડી છે. એક બાજુ ક્ષત્રિય સમાજનો વિરોધ તો બીજી બાજુ સાબરકાંઠામાં શોભના બારૈયાનો વિરોધ વકરતો જાય છે.

આ વિરોધ ના સુર 18 કોમોના લોકો દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમાં માત્ર સાબરકાંઠાના નહીં પરંતુ અરવલ્લીના પણ કાર્યકરો પણ વિરોધ નોંધાયો હતો. ભાજપના 30 વર્ષથી કામ કરતા કાર્યકર્તાએ નવા ઉમેદવાર સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ભાજપમાં આવ્યા પછી પણ જેમને ભાજપને વોટ આપ્યો નથી તેમને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપ ની અંદર વર્ષોથી ઉમેદવાર કામ કરતા હતા ત્યારે આવા સમયે ઉમેદવારની જાહેરાત કરવામાં આવ્યા ત્યારથી જ આ વિરોધ વકરતો જઈ રહ્યો હતો. ધીમે ધીમે આ વિરોધએ આજે મોટું સ્વરૂપ ધારણે કરી લીધું અને લોકોએ પોસ્ટલ કાર્ડ દ્વારા તેમનું વિરોધ નોંધાવ્યો હતો અને હાઇકમાન્ડને પત્ર પણ લખ્યા હતા આ પત્ર આશરે 1000ની સંખ્યામાં પત્ર લખવામાં આવ્યા હતા.