ખ્યાતિકાંડના આરોપી કાર્તિકની પૂછપરછમાં મોટા ખુલાસા, હોસ્પિટલના નામે કરોડોની લોન લીધી હતી
અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની થોડા દિવસ પહેલાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેની આકરી પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
કાર્તિક પટેલ પોતાના અલગ અલગ બિઝનેસ માટે એક કંપની સેક્રેટરી રાખતો હતો. આ કંપનીમાં તેમણે સેક્રેટરી તરીકે વિપિન ચૌધરીને રાખ્યો હતો. કઈ કંપનીમાં નફો કે ખોટ બતાવવાથી ફાયદો થાય તેનું મેનેજમેન્ટ સીએસ નક્કી કરતો હતો. CBIl સ્કોર અને કઈ કંપનીમાં લોન લેવી, ક્યાં પૈસા વાપરવાની સલાહ CS કરતો હતો.
ખ્યાતિ હોસ્પિટલના નામે કરોડો રૂપિયાની લોન લેવામાં આવી હતી. વર્ષ 2023માં 22 કરોડની લોન ખ્યાતિ હોસ્પિટલનાં નામે લીધી હતી. 22 કરોડની લોનના પૈસા હોસ્પિટલમાં વાપરવામાં આવ્યા નથી. લોનનાં પૈસા ક્યાં વાપર્યા છે તેની તપાસ કરાઇ રહી છે. કાર્તિક ખ્યાતિ હોસ્પિટલમાં વધુ જતો ન હતો. ખાત્રેજ પાસે કાર્તિક પટેલના ફાર્મમાં દર મહિને પાર્ટી થતી હતી. પાર્ટીમાં હોસ્પિટલના ડાયરેકટર અને ડોકટરો, સ્ટાફને બોલાવતો હતો.
પાર્ટીમાં દારૂની વ્યવસ્થા ચિરાગ રાજપૂત કરતો હતો. ગામડાઓમાં કેમ્પ કરવા માટેનાં આઈડિયા કોણ આપતું હતું તેની તપાસ કરાઈ રહી છે. વર્ષ 2022માં એક હોટલમાં કાર્તિક તેની પ્રેમિકા સાથે પકડાયો હતો. ત્યારબાદ પત્ની અને પુત્ર દરેક પ્રોપર્ટીમાં અલગ થઈ ગયા હતા. કાર્તિક પટેલને મળવા સગા-સંબંધીઓ કે વકિલ આવ્યા નથી. કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા માત્ર એકલો ગયો હતો. તેની પાસે પત્ની કે પરિવારનું કોઈ સભ્ય નહોતું.