July 1, 2024

Rajkot Game Zone અગ્નિકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, તમામ ગેમઝોનમાં તપાસ હાથ ધરી

Rajkot Game Zone Fire: રાજકોટ ગેમઝોનમાં દુર્ઘટનાને લઈને આખે આખુ ગુજરાત હચમચી ઉઠ્યું છે. આ દુર્ઘટનામાં બાળકોથી લઈને કુલ 32 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે હવે આ ગોઝારી દુર્ધટનાને લઇને તંત્ર દોડતું થયું છે. તંત્રએ રાજ્યના તમામ ગમે ઝોનમાં ચેકિંગ હાથ ધર્યું છે. મનપા કમિશનરના આદેશથી ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ સહિત અન્ય અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો તપાસમાં કોઈ ગેરરીતી સામે આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે.

રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગર તંત્ર એલર્ટ મોડ પર છે. જામનગર મનપાની કચેરીમાં PGVCL ટીમ, એસ્ટેટ શાખા સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. તેમજ સાંજ સુધીમાં જામનગરમાં આવેલા તમામ ગેમઝોનનું ચેકીંગ કરી રિપોર્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય લાઈટ કનેકશન, મંજૂરી, ફાયર સહીતની કામગીરી કરી રિપોર્ટ તૈયાર કરવા આદેશ અપાયા છે.

આ પણ વાંચો: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટની સુઓમોટો, કહ્યું – આ માનવસર્જિત ડિઝાસ્ટર…’

સુરતમાં વેસુના રીબાઉન્સમાં તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટની ઘટના બાદ તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધનો નવા મૂકવામાં આવ્યા છે. ફાયર વિભાગ અને પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સિવાય પોલીસ, કોર્પોરેશન, વીજ કંપની અને ફાયર વિભાગની સંયુક્ત ટિમો ચેકીંગ કરશે. મોલ, આનંદ મેળા, ગેમઝોન તેમજ અન્ય પબ્લિક પ્લેસમાં કરવામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આનંદ મેળા તેમજ ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી અને NOC બાબતે કરવામાં તપાસ કરશે. આ ઉપરાંત અલગ અલગ રાઈડમાં કેટલા લોકોની પરમિશન છે તે અંગે માહિતી મેળવવામાં આવશે.

ભાવનગર શહેરમાં ચાલતા ગેમઝોનને બંધ કરાવવા આદેશ કરાયો છે. મનપા કમિશ્નર શહેરમાં ચાલતા ગેમઝોન ને બંધ કરાવવા ફાયર વિભાગને સૂચના આપી છે. તેમજ શહેરના ટોપ થ્રી તેમજ ઇસ્કોન અને એન્ટરટેઇનમેન્ટ પાર્ક તેમજ વરતેજમાં ચાલતા ફન પાર્કની પણ મુલાકાત લીધી હતી અને તપાસ હાથ ધરી હતી.