October 13, 2024

આજની રાત ભારે: Remal Cyclone આજે રાત્રે Bengalના દરિયાકાંઠે ટકરાશે

Cyclone Remal Live Updates: એક બાજૂ દેશમાં ભારે ગરમી પડી રહી છે. બીજી બાજૂ રેમલ વાવાઝોડું આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ રેમલ વાવાઝોડું બંગાળની ખાડી પર સાગર ટાપુઓથી લગભગ 290 કિમી દક્ષિણ પૂર્વમાં, ખેપુપારા (બાંગ્લાદેશ) થી 300 કિમી દક્ષિણ પૂર્વમાં અને કેનિંગ (WB) થી 320 કિમી દક્ષિણ પૂર્વમાં છે.

ત્રાટકવાની સંભાવના
આઇએમડીએ આપેલી માહિતી પ્રમાણે રેમલ વાવાઝોડું આવી રહ્યું છે. જે બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ત્રાટકવાની સંભાવના જોવા મળી રહી છે. આજે સવારે 8 વાગ્યા સુધીમાં આ વાવાઝોડું ખેપુપારાથી લગભગ 290 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને સાગર દ્વીપથી 270 કિમી દૂર સ્થિત છે. દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં કેન્દ્રિત હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રેમલ વાવાઝોડું થોડા કલાકોમાં અતિ તીવ્ર બનશે. આજે 26 મેની રાત્રે બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠેથી પસાર થવાનું છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: દિલ્હીમાં વરસાદની શક્યતા, ગુજરાતનું હવામાન કેવું રહેશે?

કોલકાતાની ફ્લાઈટ્સ પર અસર
એર ઈન્ડિયાએ પોતાની એક પોસ્ટમાં માહિતી આપતા જણાવ્યું કે ચક્રવાતી વાવાઝોડાની સ્થિતિને કારણે, કોલકાતા એરપોર્ટ 26 મેના રોજ બપોરે 12 વાગ્યાથી 27 મેના રોજ સવારે 9 વાગ્યા સુધી બંધ રહેશે. આગળની અપટેડ તેની વેબસાઈટ પર કરવામાં આવશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું જ્યારે ત્રાટકશે તે સમયે પવનની ગતિ 110 કિમીથી 120 કિમી પ્રતિકલાકની રહેશે. આ હવાની ગતિ 135 કિમી પ્રતિકલાક સુધી પહોંચશે.

ગુજરાતમાં હવામાન
રાજ્યમાં ગરમીનો પારો બેકાબૂ બની ગયો છે. લોકો ગરમીના કારણે હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ગરમીના કારણે લોકોના મોતના આંકડા પણ સામે આવી રહ્યા છે. હજૂ પણ ગુજરાતમાં 2 દિવસ ગરમી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે અમદાવાદ સહિત 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 2 દિવસ પછી વાતાવરણમાં ગરમી ઓછી થશે, જે બાદ લોકોને ગરમીથી રાહત થશે.