July 4, 2024

કેનેડામાં છે ડીંગુચાના પટેલ પરિવારના મોતનો આરોપી ફેનિલ !

Fenil Patel

વિદેશમાં જવાનો મોહ રાખનારાઓને ડીંગુચા કેસ તો યાદ હશે જ…ત્યારે હવે ડીંગુચા ગામના 4 લોકોના મોતના મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કલોલના ડીંગુચા ગામના લોકોના મોતનો મુખ્ય આરોપી ફેનિલ પટેલ કેનેડાના ટોરન્ટોમાં બિન્દાસ્ત ફરી રહ્યો છે. જેને ગુજરાત પોલીસે ભાગેડુ જાહેર કર્યો હતો. કેનેડાના સ્થાનિક મીડિયાએ ભાગેડુ ફેનિલને પકડી પાડ્યો હતો અને અનેક સવાલો કર્યા હતા. જ્યાં તેણે કોઇ જવાબ આપ્યા ન હતા.

મળતી માહિતી અનુસાર કેનેડામાં ડીંગુચાના પટેલનો કુટુંબના મોતનો આરોપી ફેનિલ પટેલ કેનેડામાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. આ કેસમાં ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ડીંગુચા ગામના 4 લોકોના મોત નીપજ્યા હતા. જેમા 39 વર્ષના જગદીશ પટેલ, પત્ની વૈશાલી બેન, 11 વર્ષની પુત્રી વિહાંગી અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિકનું કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશતા મોત નીપજ્યું હતું. કેનેડામાં સ્થાનિક મીડિયાએ આરોપી ફેનિલને ઝડપી પાડ્યો હતો. ફેનિલ પટેલ મૂળ સુરતનો રહેવાસી છે. પરંતુ 2007થી કેનેડા અને યુએસમાં રહેતો હોવાની વાત સામે આવી હતી.

પરંતુ કલોલના આ પરિવારને કેનેડા લાવવામાં આરોપી ફેનિલનો મોટો હાથ હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ગેરકાયદે જવાના કારમે પટેલ પરિવારના 4 લોકો કેનેડા બોર્ડર પર થીજીને મોતને ભેટ્યા હતા. આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. 2022માં જ કેનેડાની સરહદેથી અમેરિકામાં પ્રવેશતી વખતે કલોલ તાલુકાના ડિંગુચા ગામના પટેલ પરિવારના સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જતાં દંપતી અને બે બાળકો મોતને ભેટ્યા હતા. ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર રહેતા હતા. બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્રી, પુત્રી 10 દિવસ અગાઉ એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. કેનેડા ગયા બાદ તેમનો સંપર્ક થયો ન હતો. જેના બાદ તેમના કેનેડા બોર્ડર પર મોતના સમાચાર સામે આવ્યા હતા.