November 24, 2024

અબુ ધાબીનું પ્રથમ હિંદુ મંદિર, જાણો A to Z માહિતી

abu dhabi baps hindu temple a to z all details

અબુ ધાબીમાં બનાવવામાં આવેલા હિંદુ મંદિરની તસવીર

અમદાવાદઃ અબુ ધાબીમાં પહેલું હિંદુ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. જેને બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થા એટલે કે BAPS દ્વારા બનાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, મુસ્લિમ દેશની ધરતી પર આ પહેલું હિંદુ મંદિર છે. આવો જાણીએ આ મંદિરની ખાસ વિશેષતાઓ…

મંદિરની માહિતી

– કેમ્પસ એરિયા – 27 એકર
– મંદિરની ઊંચાઈ – 108 ફિટ
– મંદિરની પહોળાઈ – 180 ફિટ
– મંદિરની લંબાઈ – 262 ફિટ
– કેટલો ઇટાલિયન માર્બલ વપરાયો – 50 હજાર ઘનફૂટ
– ભારતીય પથ્થર – 1.8 મિલિયન ઘનફૂટ
– કોતરાયેલા પથ્થર – 30 હજાર

અબુ ધાબીમાં બનાવેલું મંદિર

અબુ ધાબી અક્ષરધામમાં ‘સર્વધર્મ સમભાવ’ની ભાવના

– જમીનનું દાન કોણે કર્યું – મુસ્લિમ
– જમીનનું આર્કિટેક્ચર – ક્રિશ્ચિયન
– પ્રોજેક્ટ મેનેજર – શીખ
– સ્ટ્રક્ચર એન્જિનિયર – બૌદ્ધ
– કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર – પારસી (જોરોથ્રિસ્ટ)
– ડિરેક્ટર – જૈન
– ચીફ કન્સલટન્ટ – એથિસ્ટ
– ક્રિએટર – હિંદુ

મહત્વની તારીખો

– 5 એપ્રિલ, 1997 – પ્રમુખ સ્વામી મહારાજને વિચાર આવ્યો
– 10 ફેબ્રુઆરી, 2018 – અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને જમીન દાન આપી
– 20 એપ્રિલ 2019 – મહંત સ્વામી મહારાજે ભૂમિપૂજન કર્યું
– 14 ફેબ્રુઆરી 2024 – મહંત સ્વામી મહારાજની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન

અબુ ધાબીમાં બનાવેલું મંદિર

મહત્વનાં ફિચર્સ

– 7 શિખરઃ દુબઈની સાત અમીરાતને દર્શાવે છે
– 12 પિરામિડ શિખર
– 2 ડોમઃ શાંતિ ડોમ અને હાર્મની ડોમ
– હજારો કોતરેલી મૂર્તિઓ
– ભારતીય સંસ્કૃતિમાં પૂજાતા પશુઓની મૂર્તિ, ફૂલો અને ફળની મૂર્તિઓ

પ્રાર્થના મંડપ

હાર્મની (સંવાદિતા) વોલ
– દાઉદી વ્હોરા સમાજના મિત્ર દ્વારા સ્પોન્સર
– વિશ્વની સૌથી મોટી બિલ્ડિંગ્સ
– ‘વસુધૈવ કુટુમ્બકમ’ સાથે ‘હાર્મની’ શબ્દ એન્સિયન્ટ અને મોર્ડન ભાષામાં લખાશે
– UAEની સૌથી મોટી 3D પ્રિન્ટેડ વોલમાંથી એક હશે
– પૌરાણિક આર્કિટેક્ચર ટેક્નિક સાથે મંદિરનું નિર્માણ

 

અબુ ધાબીમાં મંદિર બનતું હતું ત્યારની તસવીર

ત્રણ પવિત્ર નદીઓનો સંગમ

– ગંગા, યમુના અને સરસ્વતી
– ત્રણેય નદીના પાણી લાવવામાં આવશે

એમ્ફિથિયેટર

– વારાણસીમાં આવેલા વિવિધ ઘાટ બતાવાશે
– ભક્તો માટે સાંજની આરતી બતાવાશે

મંદિર પરિસમાં આવેલા અન્ય સ્થળ

– વેલકમ સેનેટર
– પ્રાર્થના હોલ
– ક્લાસરૂમ્સ
– કોમ્યુનિટી સેન્ટર
– ઓરિયેન્ટેશન એક્સપિરિયન્સ
– થિમેટિક ગાર્ડન્સ
– ફૂડ કોર્ટ
– ગિફ્ટ શોપ

અબુ ધાબીમાં બનાવેલું મંદિર

સાત શિખર મંદિરના ભગવાન…

– શ્રી અક્ષર પુરુષોત્તમ ભગવાન
– શ્રી રાધા-કૃષ્ણ ભગવાન
– શ્રી સીતા-રામ ભગવાન અને પરિવાર
– શ્રી પાર્વતી-શંકર ભગવાન અને પરિવાર
– શ્રી જગન્નાથ ભગવાન અને પરિવાર
– શ્રી પદ્માવતી-શ્રીનિવાસન
– શ્રી અયપ્પા સ્વામી

14 પ્રાચીન સંસ્કૃતિ અને સમકાલીન સંસ્કૃતિઓની વાત

– આફ્રિકન
– અમેરિકન
– અરેબિયન
– એઝ્ટેક
– બ્રિટિશ
– ચાઇનીઝ
– ઇજિપ્તિયન
– અમીરાતી
– એસ્કિમો
– ઇન્ડિયન
– મયન
– ડચ
– મેસોપોટેમિયમ
– નેટિવ અમેરિકન

આ ભારતીય ધર્મગ્રંથોની વાર્તા કંડારાશે

– રામાયણ
– મહાભારત
– ભગવદ્ ગીતા
– ભાગવત પુરાણ
– શિવ પુરાણ
– બ્રહ્માંડ પુરાણ
– સ્થળ પુરાણ