July 4, 2024

Gautam Gambhirની નિવૃત્તિ પર AAPના પ્રહાર

અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીના નેતાઓ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે ભાજપના દિલ્હીની સાત બેઠકો માટે ભાજપના ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું હતું. ત્યારે આજે સવાર અચાનક ગૌતમ ગંભીરે રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ વાત પર આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રહાર કર્યા છે.

શું કહ્યું આપના નેતાઓએ
આતિશીએ બીજેપી સાંસદોને સવાલ કર્યો કે દિલ્હીની મહિલાઓને સુરક્ષા આપવા માટે સાત સાંસદોએ શું કર્યું? દિલ્હીની જનતા છેલ્લા પાંચ વર્ષથી સંઘર્ષ કરી રહી છે તો આ તમામ સાંસદો ક્યાં હતા? જે સમયે હોસ્પિટલમાં દવાઓ આપવાની બંધ કરી દેવામાં આવી હતી અને પાણી બોર્ડના નાણાં રોકી દેવામાં આવ્યા હતા. ત્યારે આ તમામ સાંસદો ક્યાં ગયા હતા? આમ આદમી પાર્ટીના નેતાઓ કહ્યું કે ત્યારે આ નેતાઓ કેન્દ્ર સરકારના ખોળામાં બેઠા હતા?

દિલ્હીના લોકોને છેતર્યા
પૂર્વ દિલ્હીથી આમ આદમી પાર્ટીના સાંસદ ઉમેદવાર કુલદીપ કુમારે પ્રહાર કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના અન્ય એક સાંસદે પૂર્વ દિલ્હીના લોકોને છેતર્યા અને હવે ભાગી ગયા. તેમણે મહેશ ગિરીની વાત કરતા કહ્યું કે તેમને 2024માં ઉતારવામાં આવ્યા હતા. ભાજપે 2014માં મહેશ ગિરીને સાંસદ તરીકે ઉતાર્યા હતા. જીત બાદ તે ક્યારેય મેદાનમાં જોવા મળ્યો ન હતો. દિવસે દિવસે ભાજપનો નવો ટ્રેન્ડ આવી રહ્યો છે. હવે ગૌતમ ગંભીર સાથે પણ એ રીતે કરવામાં આવ્યું છે.

ગૌતમની રાજકીય કારકિર્દી કેવી રહી?
ગૌતમ ગંભીરે વર્ષ 2019થી રાજકીય પીચ પર બેંટિંગ શરૂ કરી હતી. તેઓ માર્ચ 2019માં ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ જ્યારે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2019 માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે ગંભીરને પૂર્વ દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.તેઓ પાર્ટીની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા અને અહીંથી જીત્યા હતા. ગંભીરની સામે આમ આદમી પાર્ટીના આતિશી માર્લેના અને કોંગ્રેસના અરવિંદર સિંહ લવલી મેદાનમાં ઉતાર્યા હતા.