મોદી સરકારનો મોટો નિર્ણય: ચંદ્રયાન-4 મિશનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
Chandrayaan 4: PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ચંદ્રયાન-4 મિશનને પણ મંજૂરી આપવામાં આવી છે. આ મિશન હેઠળ, ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવા માટે જરૂરી ટેકનોલોજી વિકસાવવાની યોજના છે. ચંદ્રયાન-4 મિશન હેઠળ ચંદ્રના ખડકો અને માટીને પણ પૃથ્વી પર લાવવામાં આવશે જેથી તેનો અભ્યાસ કરી શકાય.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતાં કહ્યું કે કેબિનેટે કેબિનેટે વિનસ ઓર્બિટર મિશન, ગગનયાન અને ચંદ્રયાન-4 મિશનના વિસ્તરણને મંજૂરી આપી છે. તેમણે માહિતી આપી હતી કે કેબિનેટે ભારે વહન કરવા સક્ષમ નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલને પણ મંજૂરી આપી છે, જે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં 30 ટનનો પેલોડ મૂકશે.
Union Cabinet under the leadership of Hon'ble PM Shri @narendramodi ji has approved the mission to moon, named Chandrayaan-4 to develop & demonstrate the technologies to come back to Earth after successfully landing on the Moon & also collect moon samples & analyse them on Earth.… pic.twitter.com/no9OzE7Jb3
— Kiren Rijiju (@KirenRijiju) September 18, 2024
એક નિવેદનમાં જણાવ્યું કે, ચંદ્રયાન-4 મિશન 2040 સુધીમાં ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવવા માટે મુખ્ય તકનીકો વિકસાવશે. આ મિશન હેઠળ, ડોકિંગ/અનડોકિંગ, લેન્ડિંગ, પૃથ્વી પર સુરક્ષિત પરત ફરવા અને ચંદ્ર પરથી નમૂના સંગ્રહ અને વિશ્લેષણ પૂર્ણ કરવા માટે જરૂરી આવશ્યક ટેક્નોલોજી વિકસાવવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રયાન-4 મિશન માટે કુલ 2,104.06 કરોડ રૂપિયાના ફંડની જરૂર પડશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રયાન-4 મિશનમાં અવકાશયાનના વિકાસ અને પ્રક્ષેપણની જવાબદારી ISROની રહેશે. એવી અપેક્ષા છે કે આ મિશન 36 મહિનામાં ઉદ્યોગો અને શિક્ષણવિદોની ભાગીદારીથી પૂર્ણ થશે. આ મિશન હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે તમામ મહત્વની ટેકનોલોજીઓને સ્વદેશી રીતે વિકસાવવામાં આવી હોવાનું કહેવાય છે.
Govt. jab deta hai chappar faad ke deta hai
The Indian cabinet decided to wake up today & approved NGLV, Chandrayaan-4, Venus Orbiter Mission (Shukrayaan) & BAS all at once!
CH-4 launch in 2027, Shukrayaan in Mar 2028, 1st BAS module by Dec 2028 & NGLV in 2032! #ISRO pic.twitter.com/loj9ZAj8Dz
— Debapratim (@debapratim_) September 18, 2024
કેન્દ્રીય કેબિનેટે કોવિંદ સમિતિની ભલામણ મુજબ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિનો અહેવાલ બુધવારે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા માર્ચમાં રિપોર્ટ સોંપ્યો હતો. વૈષ્ણવે જણાવ્યું હતું કે અહેવાલ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યો હતો.