રોહિત શર્માએ નિવૃત્તિ પર આપ્યું મોટું નિવેદન
Rohit Sharma: ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ હમેંશા ચર્ચામાં રહે છે. રોહિત શર્માએ હાલમાં જ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટાઇટલ જીત્યા બાદ તેણે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા હવે રોહિતે નિવૃત્તિને લઈને મોટું નિવેદન આપ્યું છે.
રોહિત શર્માનું નિવેદન
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ હાલમાં જ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં એક્શનમાં જોવા મળશે. આ મેચ 19 સપ્ટેમ્બરથી રમાવાની છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાતમાં રોહિતે કહ્યું કે આ દિવસોમાં વિશ્વ ક્રિકેટમાં નિવૃત્તિ એક મજાક બની ગઈ છે, લોકો નિવૃત્તિની જાહેરાત કરે છે પરંતુ પછી રમવા માટે પાછા ફરે છે, ભારતમાં આવું ક્યારે બન્યું નથી. જોકે હું અન્ય દેશોના ખેલાડીઓને કહી શકું છું, તેઓ નિવૃત્તિની જાહેરાત કરે છે ,પરંતુ પછી યુ-ટર્ન લે છે. જેના કારણે તમે જાણતા નથી કે ખરેખર કોણ નિવૃત્ત થયું છે.
આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડીએ CPLમાં મચાવી તબાહી, 19 બોલમાં 52 રન
પાકિસ્તાનમાં આવું જોવા મળે છે
રોહિત શર્માએ વધુમાં કહ્યું કે આ તેનો નિર્ણય અંતિમ છે. તેમના આ શબ્દો પરથી કહી શકાય કે તે T20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી રમતા જોવા મળશે નહીં. પોતાના શબ્દો થકી તેમણે બીજા ખેલાડીઓ ઉપર નિશાન સાધ્યું હતું. રોહિતે કહ્યું કે પાકિસ્તાનના ઘણા ખેલાડીઓમાં જોવા મળે છે કે તેઓ એકવાર નિવૃત્તિની જાહેરાત કર્યા પછી ફરી યુ-ટર્ન લે છે. મોહમ્મદ આમિર અને ઈમાદ વસીમે આવો જ નિર્ણય લીધો હતો અને તેઓ ફરી રમવા માટે આવ્યા હતા.