September 20, 2024

ભાદરવી પૂનમના મેળાની તૈયારી વચ્ચે વહેલી સવારથી અંબાજીમાં ભારે વરસાદ

Ambaji Heavy Rain: એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે હવે યાત્રાધામ અંબાજી માં વરસાદ ની રી એન્ટ્રી થઈ છે. વહેલી સવારથી જ અંબાજીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મેળાની શરૂઆત થતા પેહલા જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર યાત્રાધામ અંબાજીમાં વરસાદની રી એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે વહેલી સવારથી જ અંબાજીમાં ભારે વરસાદનું આગમન થયું છે. આ વચ્ચે યાત્રિકો વરસાદમાં પણ માતાજીનો રથ ખેંચ્યો હતો. તેમજ ચાલુ વરસાદમાં પણ બોલ મારી અંબે… જય જય અંબે ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં મચ્છરજન્ય રોગોએ ઉચક્યું માથું, ડેન્ગ્યુના 172 કેસ નોંધાતા હાહાકાર

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. વહેલી સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતા. જે બાદ યાત્રાધામ અંબાજીમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ઠેર-ઠેર બજારોમાં  પાણી ભરાઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે.  આ સિવાય અંબાજી હિંમતનગર હાઇવે પર ઘૂંટણ સમા પાણી ભરાયા ગયા છે. જ્યાર સવારથી જ વરસાદ પડતા સ્કૂલે જતા બાળકો અને નોકરીએ જતા લોકો અટવાયા છે.

નોંધનીય છે કે ભાદરવી પૂનમના મહા મેળાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતા મંદિર દર્શન જતા યાત્રિકો પણ પાણીમાં થઈને દર્શન કરવા જતા નજરે પડી રહ્યા છે. ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા વહેલી સવારથી વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.