December 21, 2024

સૌરાષ્ટ્રમાં ઇન્દ્રદેવનો પ્રકોપ, નદીઓ થઈ ઓવરફ્લો

Gujarat Monsoon 2024: ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્રની તમામ નદીઓમાં નવા નીર આવી ગયા છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્રએ લોકોને કામ વગર ઘરની બહાર ના નિકળવાની સૂચના આપી છે.

અમરેલી
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટમાં જોવા મળી રહ્યું છે. ગળધરા ખોડીયાર મંદિરે આવતા દર્શનાર્થીઓ અને પર્યટકોને ખાસ સૂચના આપવામાં આવી છે. ગળધરા ખોડીયાર મંદિરના ઝરણાં નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે. મંદિરમાં માઇક દ્વારા જાહેરાત કરીને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં ધોધમાર વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને અપાઈ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 45 થી 55 અને 65 કિલોમીટર ની ઝડપે પવન ફુંકાવાની શકયતા જોવા મળી છે. જાફરાબાદ, શિયાળ બેટ, ધારાબંદર સહિતના કોસ્ટલ બેલ્ટ ટાપુ ના માછીમારોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: વરુણ દેવનું ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ, રાજ્યભરમાં ડેમ થયા ઓવરફ્લો

જસદણ
જસદણ શહેર ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. પંથકમાં છેલ્લા 24 કલાક માં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જસદણ, આટકોટ, શિવરાજપુર, જીવાપરની સાથે પાંચવડા, ભાડલા, કમળાપુરના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર નદીઓની જેમ વરસાદી પાણી વહેતા થયા છે. ચિતલીયા રોડ નવા બસ સ્ટેન્ડ રોડ પર ઢીંચણ સમા પાણી ફરી વળ્યાં છે. ઘેલા સોમનાથ, આટકોટ, સતરંગ, બિલેશ્વર સહિતના મેળાઓ રદ કરી દેવામાં આવ્યા છે.