September 19, 2024

વોટ્સએપમાં આ અદ્ભુત પ્રાઈવસી ફીચર વિશે તમે જાણો છો?

WhatsApp: વોટ્સએપમાં ઘણી અદ્ભુત ગોપનીયતા સુવિધાઓ આપવામાં આવી છે. જોકે ઘણા વપરાશકર્તાઓ WhatsAppના આ પ્રાઈવસી ફીચર વિશે માહિતી હોતી નથી. જો તમારા પ્રોફાઈલ પિક્ચરને કોઈ ચોક્કસ કોન્ટેક્ટથી છુપાવવા માંગો છો, તો તમે તેને સરળતાથી કરી શકો છો.

બ્લોક કર્યા વિના પ્રોફાઇલ ફોટો
વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા ફીચર લાવે છે. મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મની ઘણી વિશેષતાઓ છે. પરંતુ તેના વિશે વપરાશકર્તાઓને માહિતી હોતી નથી. આ સુવિધાઓ ખૂબ જ ઉપયોગી છે અને તમારા ઘણા કાર્યોને સરળ બનાવે છે. તેવી જ રીતે, વોટ્સએપમાં એક ફીચર છે, જેનો ઉપયોગ કરીને તમે તમારા પ્રોફાઇલ ફોટોને બ્લોક કર્યા વિના કોઈપણથી છુપાવી શકો છો.

આ પણ વાંચો: BSNL 5G સિમ લોન્ચનો વીડિયો સામે આવ્યો

ડીપી આ રીતે છુપાવો

  • સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં WhatsApp ઓપન કરવાનું રહેશે.
  • એપ ખોલ્યા પછી, તમારે ઉપર આપેલા ત્રણ ડોટ્સ પર ટેપ અથવા ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમારે ત્યાં આપેલા વિકલ્પોમાંથી સેટિંગ્સ પર ટેપ પર જવાનું રહેશે
  • જ્યાં તમને આગળના પેજ પર તમને પ્રાઈવસીનો વિકલ્પ મળશે.
  • આ પછી તમારે પ્રોફાઈલ ફોટો પર ટેપ કરવાનું રહેશે.
  • આ બાદ તમને ચાર વિકલ્પો મળશે – Every, My Contacts, My Contacts Except અને Nobody.
  • આ ત્રણમાંથી એકને તમારે પંસદ કરવાનો રહેશે
  • તમે તમારો ડીપી બતાવવા નથી માંગતા તે કોન્ટેક્ટ્સને પસંદ કરવાના રહેશે.
  • આ રીતે તમે કોઈને પણ બ્લોક કર્યા વગર તમારા ડીપીને છુપાવી શકો છો.

જો તમે Noone વિકલ્પ પસંદ કરો છો, તો તમારો DP કોઈને દેખાશે નહીં. આ સાથે માય કોન્ટેક્ટ્સ પસંદ કરશો ત્યારે ડીપી તેને જ દેખાશે કે જે તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં છે. જે તમારા સંપર્કમાં નથી તેનાથી કોઈ ફરક પડતો નથી.