PM Surya Ghar મફત વીજળી યોજનાની જાહેરાત, 300 યુનિટ મફત વીજળીનો મળશે લાભ
PM Surya Ghar: નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સૌર ઉર્જા પર આધારિત વિશેષ PM સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. સૌર વીજળી યોજના અંગે નાણામંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ધાબા પર સોલાર પેનલ લગાવવામાં આવશે. જેના કારણે 1 કરોડ પરિવારને ફાયદો થશે. દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકશે.
1 કરોડ પરિવારોને થશે ફાયદો
પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ધાબા પર સોલાર પેનલ લગાવવામાં આવશે. બજેટમાં નિર્મલા સીતારમણે જણાવ્યા અનુસાર 1.82 કરોડ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. તેમજ 14 લાખથી વધારે સૂર્ય ગર્વ સોલાર માટે એપ્લિકેશ કરવામાં આવી છે. આ વર્ષમાં બજેટમાં સોલાર સેટને ચાર્જ ફ્રી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Budget 2024: સોના-ચાંદીના ભાવમાં થશે ઘટાડો, સરકારે સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી
કેન્સરની 3 દવાઓ સસ્તી થશે
નાણામંત્રીએ બજેટમાં સ્વાસ્થ્ય માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે. એ વાત ચોક્કસ છે કે જેનો ફાયદો સામાન્ય લોકોને થશે. ગત બજેટમાં નાણામંત્રીએ સર્વાઇકલ કેન્સરને રોકવા માટે રસીકરણ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ વખતના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે કેન્સરની 3 દવાઓ સસ્તી થશે. એક્સ-રે મશીન સહિત ઘણા મેડિકલ સાધનો પર પણ ડિસ્કાઉન્ટ હવે આપવામાં આવશે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ સતત સાતમું બજેટ છે. બજેટમાં નાણામંત્રીએ 9 થી 14 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવાની જાહેરાત કરી હતી.