December 21, 2024

આ ખેલાડીએ ઓલિમ્પિકમાં ભાગ લેવા પોતાની આંગળી કપાવી દીધી

Matthew Dawson: ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26 જુલાઈથી ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવાની છે. ઓસ્ટ્રેલિયન મેન્સ હોકી ટીમના ખેલાડી મેથ્યુ ડોસન, જેમણે આમાં ભાગ લીધો હતો. તેણે આંગળીનો એક ભાગ કાપી નાખ્યો હતો. પરંતુ તેણે એવું કેમ કર્યું તેની પાછળનું કારણ શું હતું. આવો જાણીએ.

આંગળીને જ કાપી નાખવાનું નક્કી
સ્પોર્ટ્સ પ્રત્યે ખેલાડીઓનો જુસ્સો ક્યારેક ચાહકોને તો ચોંકાવી દે છે. પરંતુ ઘણી વખત જે લોકો રમતક્ષેત્રે રસ નથી ધરાવતા તેવો પણ ચોંકી જતા હોય છે. આ વખતે પેરિસ ઓલિમ્પિક 2024ની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયન મેન્સ હોકી ટીમના સભ્ય મેથ્યુ ડોસને આવું જ કર્યું હતું. તેણે ગેમ્સના મહાકુંભમાં ભાગ લેવા માટે તેની આંગળીનો એક ભાગ કાપી નાખ્યો છે.ત્રીજી વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા ઓસ્ટ્રેલિયન મેન્સ હોકી ટીમના 30 વર્ષીય ખેલાડી મેથ્યુ ડોસનને તેની રીંગ ફિંગર તૂટ્યા બાદ તેની આંગળી સાજા થવામાં 15 દિવસ સુધીનો સમય લાગી શકે છે. ત્યારબાદ તેણે ડોક્ટરોની સલાહ લીધી હતી. રૂઝ આવતા આવતા સમય લાગી શકે છે તેવું ડોક્ટરો કહ્યું હતું. જેના કારણે ડોસન માટે પેરિસ ઓલિમ્પિકમાં રમવું મુશ્કેલ જોવા મળી રહ્યું હતું. જે બાદ તેણે પોતાની આંગળીને જ કાપી નાખવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: આવતીકાલે એશિયા કપ 2024માં ભારત-પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે ટક્કર

પેરિસ ઓલિમ્પિક માટે ઓસ્ટ્રેલિયાની પુરુષોની હોકી ટીમ

ગોલકીપર: એન્ડ્રુ ચાર્ટર.

ડિફેન્ડર્સ: જોશુઆ બેલ્ટ્ઝ, મેથ્યુ ડોસન, જેક હાર્વે, જેરેમી હેવર્ડ, એડવર્ડ ઓકેન્ડેન, કોરી વેર.

ફોરવર્ડ/સ્ટ્રાઈકર્સ: ટિમ બ્રાન્ડ, થોમસ ક્રેગ, બ્લેક ગ્લોવર્સ, ટોમ વિકહામ, કે વિલોટ.

મિડફિલ્ડર્સ: ફ્લાયન ઓગ્લિવી, લચલાન શાર્પ, જેકબ વેટન, એરોન ઝાલેવસ્કી (કેપ્ટન).

અનામત: જોહાન ડર્સ્ટ, નાથન એફ્રેમ્સ, ટિમ હોવર્ડ.